શોધખોળ કરો

IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે

રોહિત શર્માએ સિક્સ ફટકારીને સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આ કારનામું કર્યું હતું અને સિક્સ મારીને સદી પૂરી કરનારા ખેલાડીઓમાં ગંભીર સાથે સંયુક્ત રીતે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

રાંચી:  ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર ધોનીના હોમ ટાઉન રાંચીમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી અને 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદના કારણે 58 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 224 રન હતો. રોહિત શર્મા 117 અને અજિંક્ય રહાણે 83 રને રમતમાં હતા. આ દરમિયાન રોહિત શર્માએ અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની સીરિઝમાં ત્રીજી સદી સાથે પોતાના કેરિયરમાં 2000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. રોહિત શર્માની આ સીરિઝમાં ત્રીજી સદી છે. રોહિતે આ પહેલા વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી. આ સીરીઝ પહેલા રોહિતના નામે માત્ર ત્રણ સદી હતી પરંતુ હવે તેમના નામે 30 ટેસ્ટ મેચોમાં 6 સદી થઈ ગઈ છે.  રોહિતે 130 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ મેચમાં 51 ઇનિંગ રમી છે જેમાં 46.58ની એવરેજથી 2003 રન બનાવ્યા છે. તેના નામે 10 અડધી સદી છે. સિક્સ મારી સદી પુરી કરી ગંભીરના રેકોર્ડની બરાબરી રોહિત શર્માએ સિક્સ ફટકારીને સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આ કારનામું કર્યું હતું અને સિક્સ મારીને સદી પૂરી કરનારા ખેલાડીઓમાં ગંભીર સાથે સંયુક્ત રીતે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સિકસ મારી સદી પૂરી કરવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. તેણે છ વખત આ પરાક્રમ કર્યું છે. એક સીરિઝમાં ત્રણ કે તેથી વધુ સદી નોંધનારો ઓપનર રોહિત શર્મા એક સીરિઝમાં ત્રણ કે તેથી વધુ સદી નોઁધાવનાર ભારતનો ત્રીજો ઓપનર છે. આ પહેલા સુનીલ ગાવસ્કરે આ કારનામું કર્યું હતું. ગાવસ્કરે ત્રણ વખત એક સીરીઝમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારી છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે સિક્સ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા 17 સિક્સ સાથે પ્રથમ ક્રમે છે. ઈંગ્લનેન્ડનો બેન સ્ટોક્સ 13 સિક્સ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતના મયંક અગ્રવાલ અને રવીન્દ્ર જાડેજા સાત છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.  આ ઉપરાંત રોહિત શર્મા દ્વી પક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના હેટમાયરે 2018-19માં બાંગ્લાદેશ સામે 15 સિક્સ ફટકારી હતી, જયારે રોહિતે આ રેકોર્ડ તોડતા ચાલુ સીરિઝમાં સિક્સનો આંકડો 17 પર પહોંચાડી દીધો છે. સાઉથ આફ્રિકા સામે ચોથી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ રોહિત શર્માએ અજિંક્ય રહાણે સાથે ચોથી વિકેટ માટે 185 રનની પાર્ટનરશિપનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ પુણેમાં 178 રનની ભાગીદારી કરી હતી. ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget