શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ સીરિઝમાં ફટકારી ત્રીજી સદી, ટેસ્ટમાં બે હજાર રન કર્યા પૂરા
રોહિતે અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ મેચમાં 51 ઇનિંગ રમી છે જેમાં 46.58ની એવરેજથી 2003 રન બનાવ્યા છે. તેના નામે 10 અડધી સદી છે.
રાંચી: ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની સીરિઝમાં ત્રીજી સદી સાથે પોતાના કેરિયરમાં 2000 ટેસ્ટ રન પૂરા કરી લીધાં છે. રોહિત શર્માની આ સીરિઝમાં ત્રીજી સદી છે. રોહિતે આ પહેલા વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી.
આ સીરીઝ પહેલા રોહિતના નામે માત્ર ત્રણ સદી હતી પરંતુ હવે તેમના નામે 30 ટેસ્ટ મેચોમાં 6 સદી થઈ ગઈ છે. રોહિતે 130 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ મેચમાં 51 ઇનિંગ રમી છે જેમાં 46.58ની એવરેજથી 2003 રન બનાવ્યા છે. તેના નામે 10 અડધી સદી છે.6th Test ????✅ 2000 Test runs ✅
Hitman @ImRo45 ???? pic.twitter.com/3WRePPZp3k — BCCI (@BCCI) October 19, 2019
????????#INDvSA pic.twitter.com/Q82AawwQOQ
— BCCI (@BCCI) October 19, 2019
રોહિત શર્મા એક સીરિઝમાં ત્રણ કે તેથી વધુ સદી નોઁધાવનાર ભારતનો ત્રીજો ઓપનર છે. આ પહેલા સુનીલ ગાવસ્કરે આ કારનામું કર્યું હતું. ગાવસ્કરે ત્રણ વખત એક સીરીઝમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion