શોધખોળ કરો
Advertisement
India vs South Africa: કોહલી તોડી શકે છે સચિનનો મોટો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે
જો કોહલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 281 રન બનાવશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 21,000 રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની જશે.
નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થઇ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. વિશાખાપટ્ટનમમાં ભારત આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે. બીસીસીઆઇએ આજે ટીમની જાહેરાત કરી જેમાં રોહિત શર્મા અને રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મોટો રેકોર્ડ બનાવી શકે છે.
જો કોહલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 281 રન બનાવશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 21,000 રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની જશે. કોહલીને સચિનનો રેકોર્ડ તોડવા 41 ઈનિંગમાં 281 રનની જરૂર છે. સચિન તેંડુલકર 473 ઈનિંગમાં અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારે 485 ઈનિંગ્સમાં આંતરરાષ્ટ્રીય 21,000 રન પૂરા કર્યા હતા.
સાઉથ આફ્રિકા સામે કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે 9 મેચમાં 47.37ની સરેરાશથી 758 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને ત્રણ અડધી સદી પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion