શોધખોળ કરો
Advertisement
ઈતિહાસ રચનારા જસપ્રીત બુમરાહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ સાથી ખેલાડીનાં કારણે મળી હેટટ્રિક
બુમરાહે વિન્ડિઝ સામે બીજી ટેસ્ટનાં બીજા દિવસે વેસ્ટઈન્ડીઝની પહેલી ઇનિંગમાં હેટટ્રિક સહિત 6 વિકેટો લીધી છે.
નવી દિલ્હીઃ શાનદાર લાઈન-લેંથ, ફાસ્ટ બોલિંગ અને ઉછાળના જોરે બુમરાહે શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ હેટટ્રિક લીધી હતી. બુમરાહે આ હેટટ્રિકનો શ્રેય કેપ્ટન વિરાટ કોહલીને આપ્યું છે. બુમરાહ દ્વારા વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનને આઉટ કર્યા બાદ સ્ટમ્પમાં લાગેલ માઈકમાં સાંભળી શકાતું હતું કે કોહલી કહી રહ્યો હતો, ‘કેટલી શાનદાર બોલિંગ છે. કેટલી શાનદાર બોલિંગ છે.’
બુમરાહે વિન્ડિઝ સામે બીજી ટેસ્ટનાં બીજા દિવસે વેસ્ટઈન્ડીઝની પહેલી ઇનિંગમાં હેટટ્રિક સહિત 6 વિકેટો લીધી છે. તેની હેટટ્રિકનો શ્રેય કેપ્ટન કોહલીને જાય છે, જેણે રોસ્ટન ચેઝનો રિવ્યૂ લીધો જેને પહેલા અમ્પાયર પૉલ રેફેલે નૉટ આઉટ આપ્યો હતો, પરંતુ રિવ્યૂ પછી તેને આઉટ આપવામાં આવ્યો અને બુમરાહની હેટટ્રિક પૂર્ણ થઇ.
બીસીસીઆઈ ટીવી પર વાતચીત કરવા દરમિયાન કોહલી માઇક પકડીને ઉભો હતો અને બુમરાહ કહી રહ્યો હતો કે, “સાચુ કહું તો મને નહોતી ખબર, હું આ અપીલ માટે ચોક્કસ નહોતો. મને લાગ્યું કે બેટ હતુ આ કારણે મે વધારે અપીલ ના કરી, પરંતુ અંતમાં આ સારો રિવ્યૂ નીકળ્યો. આ કારણે મને લાગે છે કે આ હેટટ્રિક કેપ્ટનનાં કારણે મળી.”
બુમરાહે કહ્યું કે, “ક્યારેક ક્યારેક જ્યારે વિકેટથી આટલી મદદ મળે છે, આપણે આ પહેલા પણ જોયું છે કે, આમાં ઘણો ઉછાળ હતો મને ઉછાળ મળી રહ્યો હતો તેમજ મૂવમેન્ટ પણ મળી રહી હતી.”
તેમણે કહ્યું કે, “આ કારણે ક્યારેક ક્યારેક જ્યારે આટલી મદદ મળે છે તો તમે લલચાઇ જાઓ છો. તમે વિકેટ માટે આક્રમક થઇ જાઓ છો અને તે સમયે તમારે ચીજો સરળ રાખવાની હોય છે. તમે સારી બોલિંગ કરીને દબાવ નાંખવાનો પ્રયત્ન કરો છો. મારા દિમાગમાં આ જ બધું ચાલી રહ્યું હતુ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement