શોધખોળ કરો
Advertisement
IND vs WI: લોકેશ રાહુલ પાસે ટી-20માં સૌથી ઝડપી એક હજાર રન બનાવવાની તક
હાલમાં આ રેકોર્ડપાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમના નામે છે.
નવી દિલ્હીઃ ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ શરૂ થઇ રહેલી ત્રણ ટ્વેન્ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચમાં એક રેકોર્ડ તોડી શકે છે. ભારતીય ટીમ આજે અમેરિકાના ફ્લોરિડામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાની પ્રથમ ટી-20 મેચ રમશે. લોકેશ રાહુલ આ મેચમાં ઇન્ટરનેશનલ સ્તરે ટી-20માં સૌથી ઝડપી એક હજાર રનનો રેકોર્ડ બનાવી શકે છે. રાહુલ એક હજાર રનથી 121 રન દૂર છે.
જો લોકેશ રાહુલ પ્રથમ મેચમાં 121 રન બનાવે છે તે સૌથી ઝડપી 1000 ટી-20 ઇન્ટરનેશનલ રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે. રાહુલ 25 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી લેશે. હાલમાં આ રેકોર્ડપાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમના નામે છે. આઝમે 26 ઇનિંગમાં 1000 રન પુરા કર્યા છે. જ્યારે કોહલીએ 27 ઇનિંગમાં ટી-20 ઇન્ટરનેશનલ સ્તરે એક હજાર રન પુરા કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion