શોધખોળ કરો
India vs West indies: ભારતના આ સ્ટાર ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો સૌથી યુવા ખેલાડી
1/3

વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર પૃથ્વી શો ત્રીજો ભારતીય છે. આ પહેલા 2011માં અશ્વિન અને 2013માં રોહિત શર્માએ આવી સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે ત્રણેય વખત ભારતે 2-0થી શ્રેણી જીતી હતી. આ ત્રણ સિવાય ભારતનો સૌરવ ગાંગુલી પણ ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે ગાંગુલી ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
2/3

પૃથ્વીએ બીજી ટેસ્ટ દરમિયાન વિજયી ફોર ફટકારી હતી. આ સાથે જ તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં વિજયી રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પૃથ્વીએ 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે 134, 70 અને અણનમ 33 રનની ઇનિંગ્સ રમી શો એ સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.
Published at : 15 Oct 2018 07:45 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















