શોધખોળ કરો

IND v NZ: 500મી ટેસ્ટમાં ભારતની 197 રને ઐતિહાસિક જીત, 10 વિકેટ સાથે અશ્વિનનો તરખાટ

કાનપુરઃ ટીમ ઇન્ડિયાએ ગ્રીન પાર્ક, કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઐતિહાસિક 500મી ટેસ્ટ 197 રને જીતી લીધી છે. ટીમ ઇન્ડિયા તરફથી આપવામાં આવેલ 434 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડ પાંચમાં દિવસે લંચ બાદ 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેચમાં 6 વિકેટ લેનાર અને બીજી ઈનિંગમાં ફિફ્ટી બનાવનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. અશ્વિને આ મેચમાં 10 વિકેટ લીધી. કીવી ટીમના આખરી આઉટ થનાર બેટ્સમેન નીલ વાગનર (0) રહ્યા. આર અશ્વિનને બીજી ઈનિંગમાં પોતાનો છઠ્ઠી વિકેટ તરીકે તેમને આઉટ કર્યા હતા. તેની સાથે અશ્વિને ટેસ્ટમાં 19મી વખત પાંચ અથવા તેનાથી વધારે વિકેટ મેળવી હતી. અશ્વિને બીજી ઈનિંગમાં 35.3 ઓવરમાં 132 રન આપીને 6 વિકેટ મેળવી હતી. મેચમાં અશ્વિને કુલ 10 વિકેટ મેળવી ચે. રવીન્દ્ર જાડેજાએ કુલ 6 વિકેટ લીધી છે. બીજી ઇનિંગમાં મોહમ્મદ શમીએ પણ બે વિકેટ લીધી. પાંચમાદિવસે અણનમ બેટ્સમેન લ્યૂક રોન્ચી અને મિચેલ સેન્ટનરે 4  વિકેટ પર 93 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. બન્નેએ 102 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને મજબૂત ટેકો આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લ્યૂક રોન્ચી 120 બોલમાં 80 રન પર પાંચમી વિકેટ તરીકે પોતાની વિકેટ ગુમાવી હતી. રવીન્દ્ર જાડેજાએ તેમને આઉટ કર્યા હતા. ત્યાર બાદ મોહમ્મદ શામીએ કીવિયોની બે વિકેટ ઝડપી જેના કારણે કિવીની જીતવાની સંભાવના નહિવત રહી ગઈ હતી. શમીએ બેજે વોટલિંગ (8) અને માર્ક ક્રેગ (1)ની વિકેટ લીધી હતી. જ્યારે આખરી બે વિકેટ અશ્વિને ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં પુરુષ ખેલાડીઓ કેમ પહેરી રહ્યા છે 'કાળી બ્રા', આખરે શું છે આ મામલો?
FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં પુરુષ ખેલાડીઓ કેમ પહેરી રહ્યા છે 'કાળી બ્રા', આખરે શું છે આ મામલો?
Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?
Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Embed widget