IND vs PAK: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત સિંહ જીતનો હીરો
ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ગોલ કર્યા.
India vs Pakistan Hockey Match Highlights: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ગોલ કર્યા. હીરો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સતત પાંચમી જીત હતી. હવે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Full Time
— Asian Hockey Federation (@asia_hockey) September 14, 2024
Hero Asian Champions Trophy Moqi China 2024#hact2024#asiahockey pic.twitter.com/W5GX3aDhF8
મેચ દરમિયાન પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પાકિસ્તાને રમતની સાતમી મિનિટે લીડ મેળવી, જ્યારે હન્નાન શાહિદ ઝડપથી ભારતીય સર્કલમાં પહોંચી ગયો અને અહેમદ નદીમને પાસ આપ્યો. નદીમે ભારતીય ગોલકીપર ક્રિષ્ના બહાદુર પાઠકને સાઈડ કરીને ગોલ કર્યો હતો. લગભગ 6 મિનિટ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને બરાબરી કરી હતી. બીજો ક્વાર્ટર ભારતના નામે રહ્યો હતો, જેમાં હરમનપ્રીત કૌર પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરવામાં સફળ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે મેચની શરૂઆતમાં પાકિસ્તાનનો દબદબો જોવા મળ્યો હતો. મેચનો પ્રથમ ગોલ પાકિસ્તાને કર્યો હતો. આ ગોલ પાકિસ્તાનના અહેમદ નદીમે પ્રથમ ક્વાર્ટરની 8મી મિનિટે કર્યો હતો. શરૂઆતમાં લીડ લેનારી પાકિસ્તાનની ટીમ ભારત સામે એક પણ શોટ કરી શકી ન હતી અને ટીમ માત્ર એક ગોલ સુધી જ સીમિત રહી હતી.
કેપ્ટન હરમનપ્રીતે કમાલ કરી બતાવી
મેચમાં પાછળ ચાલી રહેલી ભારતીય ટીમે 13મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને બરાબરી પર લાવી દીધી હતી. આ ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કરવામાં આવ્યો હતો. આ રીતે પ્રથમ ક્વાર્ટરની 15 મિનિટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 1-1થી બરાબરી પર રહી હતી.
ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે 19મી મિનિટે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. કેપ્ટને પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ પણ કર્યો હતો. હવે ભારતે મેચમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતની આ લીડ જીત માટે પૂરતી હતી. ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી.