આ બોલરે ગત મહિને જ સિક્કિમ વિરુદ્ધ રણજી મેચમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી એર મેચમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જીમ લેકરે કર્યો હતો.
2/4
નવી દિલ્હીઃ મણિપુરના એક યુવા બોલરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લઈને દિગ્ગજ બોલર અનિલ કુંબલેની યાદ અપાવી દીધી છે. આ યુવા ક્રિકેટરનું નામ રેક્સ રાજકુમાર સિંહ છે. તેણે આ ઉપલબ્ધિ અંડર-19 ખેલાડીઓ માટે રમાઈ રહેલ કૂચ બિહાર ટ્રોફીના એક મેચમાં મેળવી છે. મણિપુર તરફથી રમતા રાજકુમારે અરૂણાચલ પ્રદેશની સમગ્ર ટીમને માત્ર 11 રન આપીને 10 વિકેટ મેળવી ઓલ આઉટ કરી હતી.
3/4
આ મેચમાં મણીપુરની ટીમની 10 વિકેટે જીત થઇ હતી. અરુણાચલ પ્રદેશની પ્રથમ ઈનિંગમાં 138 રનના જવાબમાં મણીપુરીની ટીમ 122 રનમાં સમેટાઇ ગઇ હતી. પરંતુ બીજી ઇનિંગ્સમાં રેક્સના દમ પર અરુણાચલ પ્રદેશ 36 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને જીત માટે 53 રનનો લક્ષ્યાંક મળ્યો જે મણિપુરે વગર વિકેટે પ્રાપ્ત કરી લીધો.
4/4
રાજકુમારે 9.5 ઓવરમાં 6 ઓવર તો મેડન ફેકી હતી. રેક્સે 5 બેસ્ટમેનને બોલ્ડ કર્યા અને 3 ખેલાડીઓને એલબીડબલ્યૂ અને બે ખેલાડીને કેચ આઉટ કર્યા. જો કે આ 10 વિકેટ દરમિયાન રેક્સ હેટ્રિક ન લઇ શક્યો. જો કે તેને ત્રણ વખત હેટ્રિક લેવાની તક મળી હતી.