શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથમાંથી શ્રેષ્ઠ બેટ્સમેન કોણ? સચિન તેંડુલકરે આપ્યો શાનદાર જવાબ
લાબુશૈનના ઉત્કર્ષ પર સચિને કહ્યું કે, ટેસ્ટમાં ખાસ કરીને પોતાની બેટિંગથી માર્નસને પ્રભાવિત કર્યા છે.
નવી દિલ્હીઃ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે? ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ કે ભારતનો વિરાટ કોહલી? આ ક્રિકેટમાં ક્યારેય પૂરો ન થાય તેવો ચર્ચાનો વિષય છે. જ્યારે અનેક પૂર્વ ક્રિકેટર્સે કોહલીને સ્મિથ કરતાં આગળ તમામ ફોર્મેટના બેટ્સમેન તરીકે પસંદગી કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં આવતા જ સ્મિથને પાછળ છોડી દીધો છે. પરંતુ સ્મિથ કે કોહલી? એ સવાલ પૂછવા પર મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે બન્નેની વચ્ચે તુલના કરવાની ના પાડી દીધી.
તેંડુલકરે કહ્યું કે, તેને વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથની બેટિંગ શૈલી પસંદ છે પરંતુ તે આ બન્ને બેટ્સમેનોની વચ્ચે તુલના પસંદ નહીં કરે. સચિને કહ્યું કે, બન્ને બેટ્સમેનોને રમતા જોવા એ સુખદ અનુભવ છે પરંતુ તેમની વચ્ચે તુલના હું ન કરી શકું. બુશફાયર ક્રિકેટ બેશ માટે ઓસ્ટ્રેલિયા પહોંચેલ સચિને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશૈનને શાનદાર પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યા છે.
ક્રિકેટ ડોટ કોમ ડોટ એટૂએ સચિનને ટાંકીને લખ્યું છે, ‘હું તુલના પસંદ નથી કરતો. લોકો મારા અને અન્ય કેટલાક ખેલાડીઓ વચ્ચે તુલના કરતા હતા. મારું માનવું છે કે, એક ખેલાડીને રમવા માટે છોડી દેવો જોઈએ. મારી નજરમાં કોહલી અને સ્મિથ શાનદાર બેટ્સમેન છે અને બન્નેને રમતા જોવા એ સુખદ અનુભવ છે. આ બન્ને ક્રિકેટ પ્રેમીઓનું મનોરંજન કરે છે અને આ જ સૌથી મહત્ત્વની વાત છે.’
લાબુશૈનના ઉત્કર્ષ પર સચિને કહ્યું કે, ટેસ્ટમાં ખાસ કરીને પોતાની બેટિંગથી માર્નસને પ્રભાવિત કર્યા છે. સચિન અનુસાર માર્નસનું ફુટવર્ક શાનદાર છે અને તે એક શાનદાર ખેલાડી છે. સચિને ક્યું, મેં માર્નસને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લોર્ડ્સ મેદાન પર રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં રમતા જોયા હતા. સ્મિથ ઇજાગ્રહ્સત થયા હતા ત્યારે તે તેની જગ્યાએ રમતા હતા. તે એક ખાસ બેટ્સમેન છે. તેનું ફુટવર્ક શાનદાર છે. ફુટવર્ક ફિઝિકલ વસ્તુ નથી હોતી, તેનો સંબંધ તમારી માનસિક સ્થિતિ પર હોય છે. જો તમે સકારાત્મક વિચાર સાથે ન રમો તો તમારા પગની મૂવમેન્ટને અસર થાય છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement