શોધખોળ કરો
IPL 2018 ફાઇનલઃ વોટ્સનના વાવાઝોડામાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નાઈ બન્યું ત્રીજી વખત ચેમ્પિયન
1/6

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના વિજેતા બનવા મેદાને ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 179 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. શેન વોટસન 10 બોલ સુધી ખાતું ખોલાવી શક્યો નહોતો, જે બાદ તેણે માત્ર 33 બોલ અડધી સદી અને 51 બોલમાં સદી ફટકારી હતી. વોટસન 117 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમાં તેણે 11 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
2/6

ચેન્નાઈ વતી જાડેજા, બ્રાવો, ઠાકુર, એન્ગિડી, કર્ણ શર્મા તમામે 1-1 વિકેટ લીધી હતી.
Published at : 27 May 2018 06:36 PM (IST)
View More





















