કોલકત્તા: કોલકત્તા નાઇટ રાઇડર્સે એલિમિનેટર મેચમાં 25 રનથી જીત મેળવી રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. આ જીત સાથે કોલકત્તા ક્વાલિફાયર-2માં પહોંચી ગઈ છે. ફાઈનલમાં પહોંચવા માટે કોલકત્તા 25 મે ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ક્વાલિફાયર-2 મેચ રમશે, જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.
2/4
કોલકત્તા સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા હતા અને જીત માટે રાજસ્થાનને 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 144 રન જ બનાવી શકી હતી.
3/4
રાજસ્થાન તરફથી સંજુ સેમસને 50 અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા. જ્યારે કોલકત્તા તરફથી પીયુષ ચાવલાએ 2 વિકેટ ઝડપી હતી
4/4
કોલકત્તા તરફથી દિનેશ કાર્તિક કેપ્ટન ઇનિંગ રમતા શાનદાર અડધી સદી નોંધાવી હતી. કાર્તિકે 38 બોલમાં સર્વાધિક 52 રન બનાવ્યા હતા. જ્યારે એડ્રૂ રુસેલે 49 રન બનાવ્યા હતા.