શોધખોળ કરો
IPL 2019: આજે ખેલાડીઓની થશે હરાજી, જાણો ખાસ વાતો
1/5

જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.
2/5

નમન ઓઝા અને ઇશાંત શર્માને 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ બેકેટમાં રાખવામાં આવ્યા છે. આમાં કુલ 18 ખેલાડી સામેલ છે. જેમાં 25 ભારતીય છે. આ સિવાય 50 લાખ રૂપિયાના બેઝ પ્રાઇસ બેકેટમાં 18 ભારતીયો મળીને કુલ 62 ખેલાડી સામેલ છે. ભારતનો ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારાનો 50 લાખ રૂપિયાના બેઝ પ્રાઇસ બેકેટમાં સમાવેશ કરાયો છે. ગત વર્ષે પૂજારાને કોઈએ ખરીદ્યો ન હતો.
Published at : 18 Dec 2018 07:18 AM (IST)
View More





















