શોધખોળ કરો
Advertisement
ચેન્નાઇએ દિલ્હીને 80 રનથી હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ચેન્નાઇની દિલ્હી સામે ઘરઆંગણે સતત છઠી જીત, સીએસકે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે.
ચેન્નાઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 50મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સને 99 રને હરાવ્યું હતું. ચેન્નાઇની દિલ્હી સામે ઘરઆંગણે આ સતત છઠી જીત હતી. આ જીત સાથે જ ચેન્નાઇ ફરી ટેબલ ટોપર બની ગયું છે, જયારે દિલ્હી બીજી સ્થાને આવી ગયું છે. ચેન્નાઇના 13 મેચમાં 18 પોઇન્ટ છે, જયારે દિલ્હીના 13 મેચમાં 16 પોઇન્ટ છે. આ જીત સાથે ચેન્નાઇ રાઉન્ડ રોબિન લીગના અંતમાં ટોપની 2 ટીમમાં સ્થાન જાળવી રાખે તેવી સંભાવના વધી ગઈ છે.
180 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ 99 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે કેપ્ટન શ્રેયસ ઐયરે 31 બોલમાં 44 રન કર્યા હતા, જયારે શિખર ધવને 19 રન કર્યા હતા. ચેન્નાઇ માટે ઇમરાન તાહિરે 4,, રવિન્દ્ર જાડેજાએ 3, દિપક ચહર અને હરભજનસિંહે 1-1 વિકેટ ઝડપી હતી.#CSK bossing the #VIVOIPL Points Table ???? pic.twitter.com/ZueJX2JbHE
— IndianPremierLeague (@IPL) May 1, 2019
આ પહેલા મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. રૈનાએ 37 બોલમાં 59 રન બનાવ્યા હતા. ધોની 22 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જાડેજાએ 10 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. સીએસકે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે. બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
SIXXX! MS Dhoni finishes it off in style ????????@ChennaiIPL 179/4 after 20 overs. What's your prediction for the game?#CSKvDC pic.twitter.com/S4NwIJGZPd — IndianPremierLeague (@IPL) May 1, 2019
Spot the changes in the Playing XI for #CSKvDC pic.twitter.com/9TD1oUlbUd
— IndianPremierLeague (@IPL) May 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement