શોધખોળ કરો
Advertisement
IPL KXIP vs RR: કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાનને આપ્યો 183 રનનો લક્ષ્યાંક, જોફરા આર્ચરની ત્રણ વિકેટ
મોહાલીમાં રમાઈ રહેલા આઈપીએલના 32મા મુકાબલમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 12 મી સીઝનની 32મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મોહાલીમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 6 વિકેટે 182 રન બનાવી રાજસ્થાન રોયલ્સને જીત માટે 183 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી લોકેશ રાહુલે 47 બોલમાં 52 રન કર્યા હતા.જ્યારે ક્રિસ ગેલ 30 રન અને ડેવિડ મિલરે 40 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રાહણેએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન તરફથી જોફરા આર્ચર સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશ સોધી, ધવલ કુલકર્ણી અને ઉનડકટ એક-એક વિકેટ ઝડપી હતી.Innings Break!
Half-century from Rahul and a well made 40 from Miller guide #KXIP to a formidable total of 182/6. Will the @rajasthanroyals chase this down?#KXIPvRR pic.twitter.com/8qemG6UM4u — IndianPremierLeague (@IPL) April 16, 2019
પંજાબને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ટીમ 8 મેચમાં 8 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે ગત મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને તેમના જ ઘરમાં હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ પણ સતત બે મેચ હારી છે. રાજસ્થાન હાલ 7માંથી 5 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે હાલ સાતમાં સ્થાને છે.The @rajasthanroyals win the toss and elect to bowl first against the @lionsdenkxip #KXIPvRR pic.twitter.com/LV9Bf0YkFX
— IndianPremierLeague (@IPL) April 16, 2019
રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન),જોસ બટલર(વિકેટ કિપર), સંજૂ સેમસન, રાહુલ ત્રિપાઠી, સ્ટુઅર્ટ બિન્ની, જોફરા આર્ચર, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી, ટર્નર, ઇશ સોધી, શ્રેયસ ગોપાલ, કિંગ્સ ઇલેવન પંજાબઃ આર.અશ્વિન(કેપ્ટન), લોકેશ રાહુલ(વિકેટ કિપર), ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, મનદીપ સિંહ, નિકોલસ પૂરન,મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ,મુરૂગન અશ્વિન,મુજીબ ઉર રહમાન,A look at the Playing XI for the two teams #KXIPvRR pic.twitter.com/C3bNZWBxXK
— IndianPremierLeague (@IPL) April 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion