મુશ્તફિઝુર રહેમાનઃ-- બાંગ્લાદેશનો આ ખડુસ ખેલાડી હવે આઇપીએલની આ સિઝનમાં નહીં દેખાય. ગઇ સિઝનમાં રહેમાનને મુંબઇની ટીમે 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ પ્રદર્શન ખરાબ રહેતા ટીમ મેનેજમેન્ટે તેને કૉન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે.
2/6
જેસન રૉય-- ઇંગ્લેન્ડના આ ધાકડ બેટ્સમેને પોતાની ટીમે વધુ સમય આપવા અને વર્લ્ડકપને ધ્યાનમાં રાખી આઇપીએલ છોડી દીધી છે. ગઇ વખતે તેને દિલ્હીની ટીમે ખરીદ્યો હતો પણ તેને એક્સટેન્શન નથી મળ્યુ.
3/6
એરોન ફિન્ચઃ-- ઓસ્ટ્રેલિયાનો ટી20 કેપ્ટન એરોન ફિન્ચ હવે ટેસ્ટ પ્લેયર બની ગયો છે. આગામી વર્લ્ડકપ 2019 અને ત્યારબાદની એશિઝને ધ્યાનમાં રાખીને તેને આઇપીએલમાંથી દુરી બનાવી છે. ગઇ સિઝનમાં ફિન્ચને પંજાબની ટીમે 6.2 કરોડામાં ખરીદ્યો હતો.
4/6
ગ્લેન મેક્સવેલઃ-- દિલ્હી ડેરડેવિલ્સનો ચહેરો બનેલો મેક્સવેલ આ વખતે આઇપીએલથી દુર રહેશે, વર્લ્ડકપ 2019 પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેક્સવેલે આ ડિસીઝન લીધુ છે. ગઇ સિઝનમાં દિલ્હીએ તેને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
5/6
ગૌત્તમ ગંભીરઃ--- કોલકત્તા નાઇટ રાઇડર્સના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર આ વખતની આઇપીએલની હરાજીમાં નહીં, તેને તાજેતરમાં જ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઇ લીધુ છે. જોકે, દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ગઇ સિઝન ફ્લૉપ રહી અને કેપ્ટનશી પણ છોડી દીધી હતી. ગંભીરે પોતાની કેપ્ટનશીપના દમે કેકેઆરને બે વાર ચેમ્પિયન બનાવી છે.
6/6
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફેન્સની વચ્ચે ઉત્સુકતા વધી રહી છે. હવે આ બધાની વચ્ચે ફેન્સને ઇન્તજાર છે કે કયો ખેલાડી કોણ ખરીદશે. 8 ફ્રેન્ચાઇઝ આજે જયપુર ખાતે 350 ખેલાડીઓ ઉપર બોલી બોલશે, જેમાં કેટલાક દિગ્ગજો સામેલ છે. જોકે આ બધામાં પાંચ ક્રિકેટરો એવા છે જે આ વખતની બોલીમાં સામેલ નહીં થાય, તેમની ઉપર કોઇ ફ્રેન્ચાઇઝી બોલી નહીં લગાવે. જાણો કયા છે આ પાંચ ખેલાડીઓ અને કેમ નહીં રમે આઇપીએલ-12....