શોધખોળ કરો
Advertisement
IPL 2020: UAEમાં RCB માટે વરદાન સાબિત થઈ શકે છે આ બે સ્પિનર્સઃ આકાશ ચોપડા
દુબઈમાં આઈપીએલના આયોજનથી કયા ખેલાડીઓ અને ટીમને ફાયદો થશે તેને લઈ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ તેની યૂટ્યૂબ ચેનલ આકાશવાણી પર ચર્ચા કરી હતી.
નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ રદ્દ થવાની સાથે જ બીસીસીઆઈ દ્વારા આઈપીએલના આયોજનનો માર્ગ મોકળો થઈ ગયો છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે સ્થગિત થયેલી આઈપીએલ યુએઈમાં રમાશે. અમે સરકાર પાસે મંજૂરી માંગી છે.
દુબઈમાં આઈપીએલના આયોજનથી કયા ખેલાડીઓ અને ટીમને ફાયદો થશે તેને લઈ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ તેની યૂટ્યૂબ ચેનલ આકાશવાણી પર ચર્ચા કરી હતી. જેમાં તેણે કહ્યું, વિરાટ કોહલીના નેતૃત્વવાળી RCB પાસે મર્યાદીત બોલિંગ આક્રમણ છે, પરંતુ તે યુએઈમાં સારો દેખાવ કરી શકે છે.
તેણે કહ્યું, ગત સીઝનમાં આરસીબીએ હોમ ગ્રાઉન્ડ પર ત્રણ મેચ જીતી હતી. તેમનું બોલિંગ આક્રમણ મર્યાદીત છે. પરંતુ યુએઈના મોટા મેદાનમાં સારું કરી શકે છે. તેથી મને લાગે છે કે વિદેશમાં રમાનારી આઈપીએલ આરસીબી માટે ફાયદાકાયક સાબિત થઈ શકે છે. યુઝવેન્દ્ર ચહલ અને પવન નેગી યુએઈમાં મોટો રોલ નિભાવી શકે છે.
આ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સને પણ ફાયદો થશે. આ બંને ટીમો પાસે સારું સ્પિન બોલિંગ અટેક છે. મેક્સવેલનો યુએઈમાં સારો રેકોર્ડ છે. પંજાબનું સ્પિન આક્રમણ પર સારું છે. મને લાગે છે કે આ સીઝનમાં પંજાબે ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી પાસે અશ્વિન, અમિત મિશ્રા, અક્ષર પટેલ, સંદીપ લામિછાને જેવા બોલર હોવાથી તેમને પણ ફાયદો થઈ શકે છે.
આ રાજ્યમાં માસ્ક નહીં પહેરો તો ફટકારાશે એક લાખનો દંડ, કેબિનેટે આપી મંજૂરી
તમિલનાડુ રાજભવનના સુરક્ષાકર્મી અને ફાયરકર્મી સહિત 84 લોકો કોરોના પોઝિટિવ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement