શોધખોળ કરો
UAEમાં IPLના આયોજનને ભારત સરકારે બીસીસીઆઈને આપી મંજૂરી, જાણો વિગત
યુએઈમા 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ત્રણ શહેરો શારજહાં, અબુધાબી અને દુબઈમાં આઈપીએલનું આયોજન થશે.

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા દુબઈમાં રમાનારી IPL 2020ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આજે આ જણાવ્યું હતું. યુએઈમા 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ત્રણ શહેરો શારજહાં, અબુધાબી અને દુબઈમાં આઈપીએલનું આયોજન થશે. સરકારે ગત સપ્તાહે દેશમાં કોવિડ-19ની વધતા મામલાને લઈ યુએઈમાં ટુર્નામેન્ટ સ્થળાંતર કરવા માટે બીસીસીઆઈને ઔપચારિક મંજૂરી આપી હતી. UAE રવાના થતાં પહેલા મોટા ભાગની ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટે આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ કરાવશે. જે બાદ તેઓ સીધા યુએઈ રવાના થશે. જોકે એક ટીમને યુએઈ જતાં પહેલા ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી છે. ચેન્નઈ સુપર કિંગ્સ યુએઈ રવાના થતાં પહેલા હોમ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરશે. ચેન્નઈ ફ્રેન્ચાઈઝીને તમિલનાડુ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જે મુજબ 15 ઓગસ્ટથી ટ્રેનિંગ શરૂ થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ-બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મોટો નિર્ણય લીધો છે. અત્યારે બોર્ડે આઇપીએલ 2021 માટે થનારા મેગા ઓક્શનનું આયોજન નહીં કરાવવાનો ફેંસલો કર્યો છે. આ મોટા ઓક્શનની તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમોને શરૂથી તૈયાર કરી હતી, પરંતુ બોર્ડે કોવિડ-19ના કારણે આ ઓક્શનને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. ગુજરાતમાં આજે 1056 કેસ નોંધાયા, 20નાં મોત, રાજ્યમાં 14,170 એક્ટિવ કેસ ગુજરાતના કયા 5 IAS અધિકારીઓને અપાયું પ્રમોશન, જાણો વિગત
વધુ વાંચો





















