શોધખોળ કરો
IPL 2020: રાજસ્થાન રોયલ્સે અનોખી રીતે જર્સી રજૂ કરી, ખેલાડીઓ રહી ગયા દંગ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન ડેવિડ મિલરે કહ્યું, અમારી સવાર સામાન્ય રીતે બહુ જ શાંત હોય છે, પરંતુ આજે અમારા માટે બીચ પર શાનદાર સરપ્રાઈઝ હતું.
![IPL 2020: રાજસ્થાન રોયલ્સે અનોખી રીતે જર્સી રજૂ કરી, ખેલાડીઓ રહી ગયા દંગ, જુઓ વીડિયો IPL 2020: Rajasthan Royals unveils new jersey in unique way IPL 2020: રાજસ્થાન રોયલ્સે અનોખી રીતે જર્સી રજૂ કરી, ખેલાડીઓ રહી ગયા દંગ, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/12194235/rajathan-royals.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુબઈઃ આઈપીએલ 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજસ્થાન રોયલ્સે અનોખી રીતે જર્સી રજૂ કરી હતી. દુબઈમાં વન એન્ડ ઓન્લી રિસોર્ટ, રોયલ માઈરેજ, દુબઈના બીચ ખાતે આરામ કરતી ટીમ રાજસ્થાન રોયલ્સે સ્કાયડાઈવિંગનો ક્રાઉન પ્રિન્સ અને રેડ બુલ વિંગસૂટ એથ્લેટ દાની રોમનના દિલધડક ગતિથી હવાઈ સાહસો કરતો જોયો ત્યારે તેઓ આ સરપ્રાઈઝથી મંત્રમુગ્ધ બની ગયા હતા.
સ્પેનિશ સ્કાયડાઈવિંગ એથ્લેટે પામ આઈલેન્ડ્સની હજારો ફીટ ઉપરથી વિમાનમાંથી રાજસ્થાન રોયલ્સની બેગ સાથે છલાંગ લગાવી હતી. હવામાં તેણે ધુમાડો છોડ્યો હતો, બીચ પર પેરાશૂટિંગ કર્યું હતું અને તે પછી ખેલાડીઓ માટે ઝડપી લેવા રાજસ્થાન રોયલ્સ 2020ની જર્સીઓથી ભરેલી બેગ ફેંકી હતી, જે જોઈને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ દંગ રહી ગયા હતા.
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન ડેવિડ મિલરે કહ્યું, અમારી સવાર સામાન્ય રીતે બહુ જ શાંત હોય છે, પરંતુ આજે અમારે માટે બીચ પર શાનદાર સરપ્રાઈઝ હતું. કોઈ વિમાનમાંથી છલાંગ લગાવે અને સીઝન માટેની અમારી જર્સી અમને આપીને ધરતી પર આવે તે જોવાનું બહુ જ મજેદાર હતું. દુબઈમાં મેં જાતે થોડાં વર્ષ પૂર્વે સ્કાયડાઈવિંગ અનુભવ્યું છે, જેના કારણે મારી ઘણી બધી યાદો તાજી થઈ હતી.
રાજસ્થાન રોયલ્સની જર્સીના લોન્ચ પર અનુભવ વર્ણવતાં ટીમના ઓલ- રાઉન્ડર અને રેડ બુલ એથ્લેટ રિયાન પરાગે જણાવ્યું હતું કે રેડ બુલ કેટલી તીવ્ર રમત અને સાહસ છે તેનાથી હું સારી રીતે વાકેફ છું, જેથી હું આજે જે પણ ઘેલું બન્યું તેનાથી ભારે રોમાંચિત થયો હતો. સ્કાયડાઈવિંગ મારી બકેટ લિસ્ટમાં ટોચ પર છે અને કોઈક આજે આકાશમાંથી નીચે ઊતર્યું અને અમારી જર્સી સાથે ધરતી પર આવ્યું તે ખરેખર અદભુત હતું.
રાજસ્થાન રોયલ્સ 2008માં સૌપ્રથમ વખત રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિજેતા બન્યું હતું. પરંતુ તે પછી તેનો દેખાવ કથળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)