શોધખોળ કરો
Advertisement
IPL 2020: દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી, ઈજાગ્રસ્ત રિષભ પંત આટલી મેચ નહી રમી શકે, જાણો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે રિષભ પંતના ઈજાગ્રસ્ત થવાની જાણકારી આપી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમમાં આ મુકાબલામાં રિષભ પંતને સ્થાન ન મળવું ચોંકાવનારૂ લાગ્યું હતું. પરંતુ હવે પંતના બહાર થવાની યોગ્ય કારણ સામે આવ્યું છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે રિષભ પંતના ઈજાગ્રસ્ત થવાની જાણકારી આપી છે.
જાણકારી મુજબ મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટથી હારનો સામનો કરનારી દિલ્હીની ટીમની મુશ્કેલી વધવાની છે. શ્રેયસ અય્યરે કહ્યયું, રિષભ પંચ ઈજાના કારણે મુંબઈ સામેની મેચમાં ન રમી શક્યો. રિષભ પંતને વધારે ઈજા થઈ છે અને ડૉક્ટર્સે તેને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે.
શ્રેયસ અય્યરે રિષભ પંતની વાપસીને લઈ કોઈ જાણકારી નથી આપી. તેણે કહ્યું પંતની વાપસીને લઈને હાલ કંઈ ન કહી શકાય. તેને એક સપ્તાહ આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે તેની ફિટનેસને જોઈને પરત લેવાનો નિર્ણય કરશું.
શ્રેયસ અય્યરના નિવેદનથી એ નક્કી છે કે પંત આશરે બે મેચ સુધી નહી રમી શકે. દિલ્હી કેપિટલ્સની ટક્કર 14 ઓક્ટોબરે રાજસ્થાન રોયલ્સ સામે થશે અને 18 ઓક્ટોબર ટીમની ટક્કર ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થશે. બંને મુકાબલામાં પંતની રમવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement