
આઇપીએલની ટીમમાંથી કાઢી મુકાતા આ વિસ્ફોટક બેટ્સમેન રડી પડ્યો, બોલ્યો -'ચેપ્ટર ક્લૉઝ્ડ'
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર રિલીઝ કરી દીધો અને માત્ર ને માત્ર વિદેશી ખેલાડી તરીકે કેન વિલિયમસનને રિટેન કર્યો હતો.

નવી દિલ્હીઃ ગઇકાલે આઇપીએલની 2022 સિઝન માટેની રિટેન્શન પ્રક્રિયા પુરી કરી લેવામાં આવી, તમામ ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા, કેટલાકે સ્ટાર ખેલાડીઓને છુટા કર્યા તો કેટલાકે યુવાઓ પર વધુ જોર આપ્યુ. સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર રિલીઝ કરી દીધો અને માત્ર ને માત્ર વિદેશી ખેલાડી તરીકે કેન વિલિયમસનને રિટેન કર્યો હતો. આ પછી ડેવિડ વોર્નર રડી પડ્યો અને ભાવુક થઇને એક મેસેજ કર્યો હતો, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ડેવિડ વૉર્નરે ટ્વીટ કરીને લખ્યું- ચેપ્ટર ક્લૉઝ.. હું સનરાઇઝર્સ હૈદરાબાદના તમામ ફેન્સનો આભાર માનુ છું, જેમને મને દરેક પ્રકારનો સાથ અને સહકાર આપ્યો, ખરેખરમાં ફેન્સની આ લૉયલ રીત પ્રસંશનીય રહી. વૉર્નરે ભાવુકતા સાથે આ ખાસ મેસેજ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી રિલીઝ કર્યા બાદ આપ્યો હતો.
Chapter closed!! Thanks to all of the fans @srhfansofficial @sunrisersfansofficial for your support over all the years, it was was much appreciated. #fans #loyal https://t.co/P13ztBcBQH
— David Warner (@davidwarner31) December 1, 2021
આ પહેલા પણ વૉર્નરે એક મેસેજ લખ્યો હતો કે વર્ષોના ઉતાર ચઢાવમાં તમારા સમર્થન માટે તમારો આભાર, મારો પરિવાર અને હું ે વાત પર જોર નથી આપી શકતો કે તમે અમારા અને ટીમના પ્રત્યે કેટલો પ્રેમ અને ઝનૂન બતાવ્યુ. કેન્ડિસ અને હું ખરેખરમાં તમામ ફેન્સને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગની તમામ ફેન્ચાઇઝીઓએ પોતાના ખેલાડીઓને સિઝન 2022માં રિટેન અને રિલીઝ કરવાની પ્રક્રિયાને પુરી કરી લીધી, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સ્ટાર વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર અને જૉની બેયરર્સ્ટો બન્નેને રિલીઝ કરી દીધા છે. એકમાત્ર કેન વિલિયમસનને જ રિટેન કર્યો છે.
* સનરાઇઝર્સ હૈદરાબાદ
કેન વિલિયમસન (રૂ. 14 કરોડ)
અબ્દુલ સમદ (રૂ. 4 કરોડ)
ઉમરાન મલિક (રૂ. 4 કરોડ)
કુલ પર્સ - 90 કરોડ રૂપિયા
ખર્ચ - 22 કરોડ રૂપિયા
પૈસા કપાયા - રૂપિયા 22 કરોડ
પૈસા બાકી - રૂપિયા 68 કરોડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

