શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: કાઈલ જેમીસન બન્યો ત્રીજો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જાણો કોણે કેટલામાં ખરીદ્યો ?
કાઈલ જેમિસનની બેઝ પ્રાઈઝ 75 લાખ હતી. તેને લેવા માટે શરુઆતમાં પંજાબ અને બેંગ્લોરની ફ્રેન્ચાઈજીયો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો અને છેવટે તેને રોયલ ચેલેન્જર્સ બંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો 16.25 કરોડમાં વેચાયો છે. તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. ત્રીજો સૌથી મોંઘા ખેલાડી તરીકે કાઈલ જૈમીસન બન્યો છે.
કાઈલ જેમિસનની બેઝ પ્રાઈઝ 75 લાખ હતી. તેને લેવા માટે શરુઆતમાં પંજાબ અને બેંગ્લોરની ફ્રેન્ચાઈજીયો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો અને છેવટે તેને રોયલ ચેલેન્જર્સ બંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.
પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચાર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષીય આ બોલરે અત્યાર સુધી આઈપીએલમાં ભાગ લીધો નથી. રિચર્ડર્સનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. જો કે, રિચર્ડર્સને બિગ બેશ લીગ 2021 (BBL 2021)માં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, 16.31ની એવરેજથી તેણે 29 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion