(Source: ECI/ABP News/ABP Majha)
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
IPL Auction 2025: IPL 2025 મેગા ઓક્શનમાં બીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ પર ભારે વરસાદ થઈ રહ્યો છે. જાણો બીજા દિવસે અત્યાર સુધીના સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓ કોણ રહ્યા?
IPL Auction 2025 Day 2: IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે, તમામ 10 ટીમોએ મળીને 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જેના કારણે બીજા દિવસે ટીમોના પર્સમાં બહુ ઓછા પૈસા બચ્યા હતા. આમ છતાં બીજા દિવસે ઘણા ભારતીય ખેલાડીઓ પર ઊંચી બોલી લગાવવામાં આવી હતી. ભુવનેશ્વર કુમારને RCBએ રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો તે ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલરો પર પણ ઘણા પૈસાનો વરસાદ થયો હતો. તો ચાલો જાણીએ એ 3 ભારતીય ખેલાડીઓ વિશે, જેમના પર હરાજીના બીજા દિવસે લક્ષ્મીજીની ખૂબ કૃપા થઈ હતી.
- દીપક ચહર – 9.25 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ)
ફાસ્ટ બોલર દીપક ચહર 2018થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શનમાં રૂ. 9.25 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. MI અગાઉ ભુવનેશ્વર કુમારને ખરીદી શકી ન હતી, પરંતુ તેની જગ્યાએ દીપકને ખરીદવામાં સફળ રહી હતી. નવા બોલથી પ્રભાવી રહેલા દીપકે તેની IPL કરિયરમાં અત્યાર સુધીમાં 58 વિકેટ ઝડપી છે.
- મુકેશ કુમાર - 8 કરોડ (દિલ્હી કેપિટલ)
મુકેશ કુમાર છેલ્લા 2-3 વર્ષમાં ક્રિકેટ જગતના સૌથી ઉભરતા બોલરોમાંના એક સાબિત થયા છે. દિલ્હી કેપિટલ્સે તેને રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુકેશ માટે પણ આ સોદો નફાકારક હતો કારણ કે છેલ્લી સીઝન સુધી દિલ્હી કેપિટલ્સ તેને રૂ. 5.5 કરોડનો પગાર ચૂકવતી હતી. મુકેશે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 20 મેચ રમીને 24 વિકેટ લીધી છે.
- આકાશદીપ – 8 કરોડ (LSG)
આકાશદીપ 2022 થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ છે, પરંતુ તેણે આ વર્ષે ભારત માટે ડેબ્યૂ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. સ્વાભાવિક છે કે ટીમ ઈન્ડિયામાં આવ્યા બાદ અને સારું પ્રદર્શન કર્યા બાદ તેની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત વધારો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સે પણ આકાશદીપ પર બોલી લગાવી હતી, પરંતુ અંતે લખનૌ સુપર જાયન્ટ્સે તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલ 2025 મેગા હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ખૂબ જ સક્રિય જોવા મળી હતી. બીજા દિવસે પણ આ ટીમ ચતુરાઈપૂર્વક બોલી લગાવતી જોવા મળી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ સેમ કરનને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ભારતના ઉભરતા સ્પિન બોલર વોશિંગ્ટન સુંદર પર ગુજરાત ટાઈટન્સે બાજી મારી છે, તેમના પર છેલ્લી બોલી 3.20 કરોડ રૂપિયાની લાગી. જ્યારે દિલ્હી કેપિટલ્સને બમ્પર ફાયદો થયો છે, કારણ કે ડીસીએ ફાફ ડુ પ્લેસિસને માત્ર 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
આ પણ વાંચોઃ
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ