DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
આ જીત પછી આશુતોષે વીડિયો કોલ કર્યો હતો. દિલ્હીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

IPL 2025 Delhi vs Lucknow: IPL 2025ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે આશુતોષ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સોમવારે રમાયેલી મેચમાં તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. આશુતોષની ઇનિંગની મદદથી દિલ્હીએ લખનઉ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી આશુતોષે વીડિયો કોલ કર્યો હતો. દિલ્હીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Ashu 🫂 Gabbar
— Delhi Capitals (@DelhiCapitals) March 24, 2025
It’s a Dilli love story 💙❤️ pic.twitter.com/HZkeC3sWUE
દિલ્હીની જીત બાદ આશુતોષ શર્માએ શિખર ધવનને ફોન કર્યો હતો. દિલ્હીએ X પર તેનો વીડિયો શેર કર્યો છે. આશુતોષે ધવનને વીડિયો કોલ કર્યો અને તેની તબિયત પૂછી હતી. જ્યારે ધવને તેને જીત બદલ અભિનંદન આપ્યા હતા. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી x પર દિલ્હીની આ પોસ્ટને 17 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા ચાહકોએ પણ કોમેન્ટ્સ કરી હતી.
આશુતોષ દિલ્હીની જીતનો હીરો બન્યો
લખનઉએ દિલ્હીને જીત માટે 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્ક અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગ કરવા આવ્યા હતા. ડુ પ્લેસિસે 29 રન ફટકાર્યા હતા. જ્યારે મેકગર્ક 1 રન બનાવીને આઉટ થયો હતો. આશુતોષે ટીમ માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે અણનમ 66 રન બનાવ્યા હતા. . આશુતોષે 31 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હી હવે હૈદરાબાદ સામે ટકરાશે
દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. તેણે લખનઉને 1 વિકેટથી હરાવ્યું હતુ. હવે, તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ રવિવાર, 30 માર્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. દિલ્હીની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે. આ મેચ 5 એપ્રિલે ચેન્નઈમાં રમાશે.
આશુતોષ શર્માનો જન્મ મધ્યપ્રદેશના રતલામમાં થયો હતો. મધ્યપ્રદેશ માટે લિસ્ટ-એ અને ટી20 ડેબ્યૂ કરતા પહેલા તેણે ઘણી મેચ રમી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, આશુતોષ કહે છે કે તે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ કોચિંગ માટે ઇન્દોર છોડીને ગયો હતો. તેની પાસે ખાવા માટે પૈસા નહોતા અને તેને ખૂબ જ નાના રૂમમાં રહેવું પડતું હતું. પૈસા કમાવવા માટે તેણે અમ્પાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
