શોધખોળ કરો

IPL 2026 પ્રથમ મેચમાં ભુવનેશ્વર પાસે ઈતિહાસ રચવાની તક, બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ બોલરોમાંનો એક છે.

Bhuvneshwar Kumar Record : ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ બોલરોમાંનો એક છે. તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેની પાસે આઈપીએલ 2026 ની પહેલી જ મેચમાં ઈતિહાસ રચવાની તક હશે. તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બની શકે છે. તેને આમ કરવા માટે બે વિકેટની જરૂર છે.

ભુવનેશ્વર કુમાર આઈપીએલમાં 200 વિકેટ પૂર્ણ કરી શકે છે

IPL 2026 ની શરૂઆતની મેચમાં બધાની નજર અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર રહેશે. તે આઈપીએલમાં એક એવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે જે અન્ય કોઈ ફાસ્ટ બોલરે ક્યારેય હાંસલ કર્યો નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં માત્ર બે વિકેટ લઈને, તે આઈપીએલના ઇતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બનશે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 190 આઈપીએલ મેચમાં 198 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેણે બે વખથ પાંચ વિકેટ અને બે વખત ચાર વિકેટ લીધી છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા બોલરના નામે છે?

IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે અત્યાર સુધી 174 IPL મેચોમાં 221 વિકેટ લીધી છે. તે 200 કે તેથી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. ભુવી આગામી મેચમાં આ યાદીમાં જોડાઈ શકે છે. તેને આ યાદીમાં સામેલ થવા માટે ફક્ત બે વિકેટની જરૂર છે. સુનીલ નારાયણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે 189 મેચોમાં 192 વિકેટ લીધી છે. પીયૂષ ચાવલાએ પણ 192 મેચોમાં 192 વિકેટ લીધી છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

  • યુઝવેન્દ્ર ચહલ: 174 મેચ: 221 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર: 190 મેચ: 198 વિકેટ
  • સુનીલ નારાયણ: 189 મેચ: 192 વિકેટ
  • પીયુષ ચાવલા: 192 મેચ: 192વિકેટ
  • આર. અશ્વિન: 221 મેચ: 187 વિકેટ

IPL 2025માં ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું

IPL 2025 માં ભુવનેશ્વર કુમારે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને RCBની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફાસ્ટ બોલરે ગયા સિઝનમાં 14  મેચમાં 17  વિકેટ લીધી હતી. તેણે IPL ફાઇનલમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે બે વિકેટ લીધી હતી. ભુવી હવે આ IPL સિઝનમાં બોલ સાથે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. તે જોવાનું બાકી છે કે તે તેની પહેલી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી શકશે કે નહીં. 

ટોપ સ્ટોરી

આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાનો ટ્રેડ કન્ફર્મ!
આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાનો ટ્રેડ કન્ફર્મ!
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Embed widget