શોધખોળ કરો

IPL 2022: 8 મેચમાં 6 મેચ હાર્યું CSK, છતાં પણ આ રીતે પ્લેઑફમાં પહોંચી શકે છે ચેન્નાઈ સુપર કિંગ્સ

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 8 મેચો રમી છે. જેમાંથી ફક્ત 2 મેચો જ જીતી છે અને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચેન્નાઈ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે.

CSKને જીતવી પડશે 6 મેચઃ
8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ CSKના ચાહકોના મનમાં હજી પણ એક સવાલ છે કે શું તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઑફમાં જગ્યા બનાવી શકશે કે નહી? હકીકતમાં ચેન્નાઈએ પોતાની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખવા માટે બાકી બચેલી 6 મેચો જીતવી પડશે. સાથે જ બીજી ટીમોના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેવું પડશે.

રન રેટ પણ સુધારવી પડશેઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ટીમની રન રેટ પણ ચિંતાનો વિષય બનેલી છે. હાલ CSK ની નેટ રન રેટ -0534 છે. જાડેજાની ટીમને પોતાના આગામી તમામ મુકાબલામાં જીત મેળવવાની સાથે-સાથે રન રેટ પણ સુધારવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સની હવે પછીની મેચ 1 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.

રાયડુની તોફાની ઇનિંગ્સ છતાં CSK હાર્યુંઃ
આ પહેલાં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પંજાબ કિંગ્સ (PBKG) સામેની મેચમાં 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સ (PBKG)એ શિખર ધવનના અણનમ 88 રનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે જીતવા માટે 20 ઓવરમાં 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ચેન્નાઈની ટીમ અંબાતી રાયડુની 39 બોલમાં 78 રનની ઇનિંગ હોવા છતાં 11 રનથી હારી ગઈ હતી. રાયડુ સિવાય ઓપનર ઋતુરાજ ગાયકવાડે 30 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....

ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું

Embed widget