શોધખોળ કરો

CSK vs GT: વિરાટ કોહલીનો અનોખો રેકોર્ડ તોડીને ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઇતિહાસ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, 23 મેના રોજ રમાઈ હતી

Ruturaj Gaikwad Broke Virat Kohli's Record: ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, 23 મેના રોજ રમાઈ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKનો 15 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ચેન્નઇ તરફથી ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ ગાયકવાડે RCBના વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.

ગાયકવાડની ઇનિંગ્સમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે અને તમામ મેચોમાં ગાયકવાડે અડધી સદી ફટકારી છે. ગાયકવાડે ગુજરાત સામે 4 ઇનિંગ્સમાં 69.5ની એવરેજ અને 145.5ના સ્ટ્રાઇક રેટથી 278 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ ગુજરાત વિરૂદ્ધ ત્રણ ઇનિંગ્સમાં 116ની એવરેજ અને 138.1ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે.

ગાયકવાડે કોહલી કરતાં ગુજરાત સામે વધુ રન બનાવ્યા છે. IPL 2023 ની પ્રથમ લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ચેન્નઈના ઓપનર ગાયકવાડે 92 રનની ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. ગાયકવાડે અત્યાર સુધી ચાર મેચમાં ગુજરાત સામે 73(48), 53(49), 92(50) અને 60(44) રનની ઇનિંગ્સ રમી છે.

ગુજરાત પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક

ચેન્નઈ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સ પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. ટીમ તેની બીજી ક્વોલિફાયર મેચ 26 મે, શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમશે. આ મેચમાં ગુજરાત સામે કઈ ટીમ ટકરાશે તેનો નિર્ણય 24મી મે, બુધવારે લખનઉ અને મુંબઈ વચ્ચે રમાનાર એલિમિનેટર મેચ દ્વારા થશે. જે ટીમ આ મેચ જીતશે તે ગુજરાત સામે બીજી ક્વોલિફાયર રમશે.

IPL: ધોનીની CSK 10મી વખત ફાઇનલમાં પહોંચી, આવો શાનદાર રહ્યો છે રેકોર્ડ

Chennai Super Kings In IPL: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ની બીજી સૌથી સફળ ટીમ છે. ચેન્નાઈ અત્યાર સુધી ચાર વખત ટાઈટલ જીતી ચુકી છે. તે જ સમયે, ટીમે 23 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચ જીતીને IPL 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. CSK IPLમાં તેની 14મી સિઝન રમી રહી છે અને આમાં ટીમે 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ એવી ટીમ છે જે સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે.

ચેન્નાઈએ 2008માં IPLની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ટીમને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, CSKએ 2010માં બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યારે ટીમે મુંબઈને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું. બીજી તરફ, પછીના વર્ષે એટલે કે IPL 2011માં પણ ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવીને પોતાનું નામ રોશન કર્યું, ત્યારબાદ ચેન્નાઈએ RCBને ટાઈટલ મેચમાં હરાવી.

આ પછી ટીમ 2012, 2013 અને 2015માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ટીમને અનુક્રમે બે વખત કોલકાતા અને મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ટીમ ફરી એકવાર 2018 માં ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી, જ્યારે CSK એ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને તેનું ત્રીજું IPL ટાઇટલ જીત્યું. જ્યારે, ચેન્નાઈ આવતા વર્ષે એટલે કે 2019માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ પછી તેને મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget