શોધખોળ કરો

CSK vs KKR Live Score: કોલકાતાએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, સુનીલ નારાયણનું વિસ્ફોટક પ્રદર્શન

IPL 2025 CSK vs KKR Score Live Updates: IPL 2025ની 25મી મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, ધોની ફરી કપ્તાન બનશે.

Key Events
CSK vs KKR Live Score, IPL 2025 Match Updates, Commentary & Highlights CSK vs KKR Live Score: કોલકાતાએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, સુનીલ નારાયણનું વિસ્ફોટક પ્રદર્શન
CSK vs KKR
Source : X

Background

IPL 2025 CSK vs KKR Score Live Updates: IPL 2025ની 25મી રોમાંચક મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. ચાહકોને આ મેચમાં કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. CSK પોતાના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.

CSK માટે આ સિઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે. ટીમે પાંચ મેચ રમી છે, જેમાં માત્ર એક જ જીત મળી છે અને ચાર મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી ચાર મેચમાં સતત હાર બાદ અને ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થતાં CSKને મોટો ફટકો લાગ્યો છે. ગાયકવાડે પાંચમાંથી બે મેચમાં અડધી સદી ફટકારી હતી. ગાયકવાડની ગેરહાજરીમાં મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ટીમની કપ્તાની કરતો જોવા મળશે. જો આપણે બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા જોઈએ તો ચેન્નાઈનો હાથ ઉપર છે. ચેન્નાઈએ અત્યાર સુધીમાં KKR સામે 19 મેચ જીતી છે, જ્યારે KKR માત્ર 10 મેચ જીતવામાં સફળ રહી છે.

બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો તેમની સ્થિતિ પણ કંઈ ખાસ સારી નથી. KKRએ પાંચ મેચ રમી છે અને માત્ર બે જ મેચમાં જીત મેળવી છે. CSK સામેની આ મેચમાં કેપ્ટન અજિંક્ય રહાણે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે ગત મેચમાં લખનૌ સામે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. રહાણેએ 35 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

ચાલો જોઈએ ચેન્નાઈ અને કોલકાતાની આજની મેચ માટેની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશા પાથિરાના, ખલીલ અહેમદ, મુકેશ ચૌધરી/અંશુલ કંબોજ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઈન અલી/સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા

આ મેચના લાઈવ સ્કોર અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

22:41 PM (IST)  •  11 Apr 2025

CSK VS KKR Live Score: KKRનો ધમાકેદાર વિજય, CSKને ૮ વિકેટે કારમી હાર આપી

IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને એકતરફી મુકાબલામાં ૮ વિકેટે પરાજય આપ્યો હતો. KKRએ CSK દ્વારા આપવામાં આવેલા ૧૦૪ રનના લક્ષ્યાંકને માત્ર ૧૦.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

KKR તરફથી સુનીલ નરેને ઓપનિંગમાં આવીને ધમાકેદાર બેટિંગ કરી હતી અને માત્ર ૧૮ બોલમાં સૌથી વધુ ૪૪ રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે પણ ૧૬ બોલમાં ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણેએ ૧૭ બોલમાં ૨૦ રન અને રિંકુ સિંહે ૧૨ બોલમાં ૧૫ રનની અણનમ ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. CSKના બોલરોમાં નૂર અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી, પરંતુ તેઓ KKRના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા નહોતા.

આ પહેલાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૩ રન બનાવ્યા હતા. ટીમ તરફથી શિવમ દુબેએ ૨૯ બોલમાં ૩૧ અને વિજય શંકરે ૨૧ બોલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. KKRના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુનીલ નારાયણે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ પોતાના નામે કરી હતી.

22:27 PM (IST)  •  11 Apr 2025

CSK VS KKR Live Score: KKR જીતથી 6 રન દૂર છે

KKR CSK સામે જીતથી માત્ર 6 રન દૂર છે. KKRએ 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Embed widget