શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CSK Vs RCB Score LIVE Updates: આજથી IPL 2024ની શરૂઆત, જાણો ચેન્નઇ અને બેંગલુરુની સંભવિત પ્લેઇંગ ઇલેવન

CSK Vs RCB Score LIVE Updates:ઋતુરાજ ગાયકવાડ હવે CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે જ્યારે RCB નવા નામ સાથે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં રમશે

LIVE

Key Events
CSK Vs RCB  Score LIVE Updates: આજથી IPL 2024ની શરૂઆત, જાણો ચેન્નઇ અને બેંગલુરુની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Background

CSK Vs RCB  Score LIVE Updates: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની આજથી શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ આ મેચમાં મોટા ફેરફારો સાથે ઉતરશે. ઋતુરાજ ગાયકવાડ હવે CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે જ્યારે RCB નવા નામ સાથે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં રમશે.

IPL પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો અને ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આગામી ટુર્નામેન્ટમાં ચેન્નઈની આગામી કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. ધોનીએ 212 મેચોમાં ચેન્નઈનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી ટીમે 128 મેચમાં જીત અને 82માં હારનો સ્વાદ ચાખ્યો હતો. બે મેચ અનિર્ણિત રહી હતી. ચેન્નઈએ ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું.

શુક્રવારે રમાનારી પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. ચેન્નઈ આ સીઝનની પ્રથમ મેચ જીતીને તેના અગાઉના ટાઈટલને બચાવવા ઈચ્છશે જ્યારે RCB આ સીઝનની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના પ્રશંસકો માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે.

ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ ક્યારે રમાશે?

RCB અને CSK વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ શુક્રવાર, 22 માર્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ CSKનું હોમ ગ્રાઉન્ડ છે.

મેચ ક્યારે શરૂ થશે?

RCB અને CSK વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 07.30 કલાકે થશે.

કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે.

CSK અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે:

ચેન્નઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડેરિલ મિશેલ, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા.

11:09 AM (IST)  •  22 Mar 2024

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલ્ઝારી જોસેફ .

11:09 AM (IST)  •  22 Mar 2024

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા અને મુસ્તફિઝુર રહમાન.

11:08 AM (IST)  •  22 Mar 2024

કોણ જીતી શકે છે મેચ?

ચેન્નઈ સુપર કિંગ્સ અત્યાર સુધી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પર પ્રભુત્વ ધરાવે છે. ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે 31 મેચ રમાઈ છે, જેમાં CSKનો 20માં વિજય થયો છે. જ્યારે RCB માત્ર 10 મેચ જીતી શકી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકમાં બંને ટીમો 8 મેચ રમી છે, જેમાં ચેન્નઈએ 7માં જીત મેળવી છે, જ્યારે બેંગલુરુએ માત્ર 1 મેચ જીતી છે. આવી સ્થિતિમાંચેન્નઈ સુપર કિંગ્સ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પર પ્રભુત્વ મેળવશે.

11:07 AM (IST)  •  22 Mar 2024

પ્રથમ મેચ અગાઉ આરસીબીના કેપ્ટનનો હુંકાર

11:05 AM (IST)  •  22 Mar 2024

પિચ રિપોર્ટ

CSK અને RCB વચ્ચે પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચ સ્પિનરો માટે ઘણી અસરકારક સાબિત થાય છે. સ્પિનરો આ મેદાન પર બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કરે છે. મોટે ભાગે અહીં માત્ર ઓછા સ્કોરવાળી મેચો જ જોવા મળે છે. સ્પિનરોને મદદ મળવાની ખાતરી છે. ચેન્નઈ પાસે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષ્ણા જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે, જે આરસીબીના બેટ્સમેનોનું મુશ્કેલીમાં મુકી શકે છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp AsmitaSurat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Embed widget