CSK vs SRH: આજે સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે રાત્રે (21 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે
CSK vs SRH Possible Playing11: ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે રાત્રે (21 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ 'એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક' પર રમાશે. આ મેદાન હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહ્યું છે. આવી સ્થિતિમાં અહીં બંને ટીમો તેમના અગાઉના પ્લેઇંગ-11માં ફેરફાર કરવા અને વધારાના સ્પિનરોને રમાડવા માંગે છે.
Bright and Bold! Today we March! 🦁#CSKvSRH #WhistlePodu #Yellove 💛 @benstokes38 pic.twitter.com/fqm0Ip0ehO
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2023
ન્યૂઝિલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનર ચેન્નઈની ટીમમાં વાપસી કરી શકે છે, જ્યારે સનરાઈઝર્સ ટીમ ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રાશિદને મેદાનમાં ઉતારી શકે છે. એટલે કે, બંને ટીમો પ્લેઇંગ-11માં વિદેશી સ્પિનરને તક આપી શકે છે. બેન સ્ટોક્સ પણ આજની મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે CSK ટીમમાં તેનું સ્થાન અત્યારે દેખાતું નથી. કારણ કે આ ટીમના લગભગ તમામ વિદેશી ખેલાડીઓ સારી સ્થિતિમાં છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
CSK પ્લેઈંગ-11
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણા, મિશેલ સેન્ટનર.
SRH પ્લેઇંગ-11
હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, મયંક માર્કંડે.
DC Vs KKR: દિલ્હી કેપિટલ્સને જીત અપાવ્યા બાદ ઇશાંત શર્માએ જણાવ્યું સફળતાનું રહસ્ય, બનાવ્યો હતો ખાસ પ્લાન
ગુરુવારે મોડી રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ પ્રથમ વિજય હતો. ખાસ વાત એ છે કે આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઈશાંત શર્માએ દિલ્હી કેપિટલ્સને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાનદાર બોલિંગ કરતા ઈશાંતે ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને બે વિકેટ મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા બાદ ઈશાંત શર્માએ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે.
ઈશાંત શર્માએ દિલ્હી કેપિટલ્સને જીતવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર થયા બાદ ઈશાંત શર્માએ કહ્યું હતું કે “હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. મેં નક્કી કર્યું હતું કે મને જ્યારે પણ તક મળશે, હું ચોક્કસપણે ટીમને જીતાડશે.