DC vs SRH: હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને નવ રનથી હરાવ્યું, મિશેલ માર્શની અડધી સદી એળે ગઇ
IPL 2023ની સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી રહી નથી

Background
Delhi Capitals vs Sunrisers Hyderabad: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ શરૂ થઇ ગઇ છે. આ સીઝનની શરૂઆતમાં જ્યારે બંને ટીમો સામસામે આવી ત્યારે વોર્નર સેનાનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં હૈદરાબાદ પાછલી હારનો બદલો લેવા માંગશે.
આંકડાઓ શું કહે છે?
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો 22 વખત ટકરાઇ છે. જેમાં બંને ટીમોએ સમાન સંખ્યામાં મેચ જીતી છે. એટલે કે દિલ્હી કેપિટલ્સે 11 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 11 વખત દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો સર્વોચ્ચ સ્કોર 207 રન છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ 219 રન બનાવ્યા છે.
IPL 2023ની સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી રહી નથી. આ ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ આગામી મેચોમાં તે સારું પ્રદર્શન કરી શકી નથી. આ સીઝન દિલ્હી કેપિટલ્સ માટે એક દુઃસ્વપ્ન જેવી શરૂ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે સીઝનની પ્રથમ 5 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી ટીમે સતત બે મેચ જીતી હતી.
હૈદરાબાદનો નવ રનથી વિજય
IPLની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ સનરાઇઝર્સે નવ રને જીતી લીધી હતી. કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 188 રન જ બનાવી શકી હતી.
પ્રિયમ ગર્ગ પણ પેવેલિયન પરત ફર્યો
દિલ્હી કેપિટલ્સને 16મી ઓવરના ચોથા બોલ પર પાંચમો ફટકો લાગ્યો હતો. પ્રિયમ ગર્ગ ક્લીન બોલ્ડ થયો હતો. ગર્ગ નવ બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીએ 16 ઓવરમાં પાંચ વિકેટે 141 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે ચાર ઓવરમાં 57 રન બનાવવાના છે.




















