CSK vs DC: દિલ્હી કેપિટલ્સ પર કોરોનાનો કહેર, ચેન્નાઈ સામેની મેચ પહેલાં સામે આવ્યો નવો કોરોના કેસ
આઈપીએલ 2022ની 55 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે રમાવાની છે. ત્યારે મેચ પેહલાં દિલ્હીની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
Delhi Capitals Net Bowler: આઈપીએલ 2022ની 55 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે રમાવાની છે. ત્યારે મેચ પેહલાં દિલ્હીની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે દિલ્હી કેપિટલ્સના નેટ બોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીસીસીઆઈએ આઈપીએલ 2022 માટે કોરોના પ્રોટોકોલ બનાવ્યા છે તે મુજબ દિલ્હી કેપિટલ્સની ટીમે કોરોના ટેસ્ટ કરાવવા પડશે અને કોરોના ટેસ્ટ થઈ જાય ત્યાં સુધી બધા ખેલાડીઓએ આઈસોલેટ રહેવું પડશે.
પહેલાં પણ 7 કોરોના કેસ નોંધાયાઃ
દિલ્હી કેપિટલ્સનો કેમ્પમાં આ પહેલી વખત કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયો. આ પહેલાં 20 એપ્રિલે દિલ્હીની ટીમમાં કોરોનાના કેટલાક કેસ નોંધાયા હતા. ટીમમાં આજે નોંધાયેલ નેટ બોલરનો કેસ સાથે ગણીએ તો અત્યાર સુધીમાં દિલ્હીના કેમ્પમાં કુલ 8 કેસ નોંધાઈ ચુક્યા છે. આ પહેલાં ટીમના ફીજિયો પૈટ્રિક ફરહાર્ટ, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ન્યુઝીલેન્ડના વિકેટકીપર ટિમ સેફર્ટ સહિત સ્ટાફના કેટલાક સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાના કારણે દિલ્હીના હેડ કોચ રિકી પોન્ટિંગને પણ ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા.
આ લોકો કોરોના પોઝિટિવ આવ્યાઃ
ફિઝિયો પેટ્રિક ફરહટ
સ્પોર્ટ્સ થેરાપિસ્ટ ડોક્ટર ચેતન કુમાર
ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ
ડૉક્ટર અભિજિત સાલ્વી
સોશિયલ મીડિયા ટીમના સભ્ય આકાશ માણે
ટિમ સિફર્ટ
હેડ કોચ રિકી પોન્ટિંગ
IPL 2022માં દિલ્હીનું પ્રદર્શનઃ
IPL 2022માં દિલ્હીએ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને 5 મેચ જીતી છે. દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. છેલ્લી મેચમાં દિલ્હીએ હૈદરાબાદને 21 રને હરાવ્યું હતું. પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર રહેલી દિલ્હીની ટીમ આજે ચેન્નાઈ સામેની મેચ જીતીને ટોપ 4માં સ્થાન મેળવવા માટે પુરો પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમઃ ઋષભ પંત (કેપ્ટન), અશ્વિન હેબ્બર, ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, પૃથ્વી શો, રોવમેન પોવેલ, એનરિક નોર્ટજે, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, લુંગી એનગીડી, મુસ્તફિઝુર રહેમાન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કમલેશ નાગરકોટી, લલિત યાદવ, મિશેલ માર્શ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, સરફરાઝ ખાન, વિકી ઓસ્તવાલ, યશ ધૂલ, કેએસ ભરત અને ટિમ સિફર્ટ.