DC vs RR: દિલ્હી અને રાજસ્થાનની મેચ પર કોરોનાની અસર થઈ, અધિકારીઓએ લીધો આ મોટો નિર્ણય
મિશેલ માર્શ સહિત દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોના વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. દિલ્લી કેપિટલ્સમાં કોરોનાનો એક કેસ તો પંજાબ સામેની મેચ પહેલાં જ નોંધાયો હતો.
Delhi Capitals vs Rajasthan Royals Venue Changed: મિશેલ માર્શ સહિત દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોના વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. દિલ્લી કેપિટલ્સમાં કોરોનાનો એક કેસ તો પંજાબ સામેની મેચ પહેલાં જ નોંધાયો હતો. આવી સ્થિતિમાં હવે શુક્રવારે 22 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર મેચને કોરોનાની અસર થઈ છે. બાયો બબલમાં આવી ચુકેલા કોરોના કેસોને ધ્યાને લઈને હવે આઈપીએલના મેનેજમેન્ટે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે શુક્રવારે રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે.
અગાઉના કાર્યક્રમ અનુસાર દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પહેલાં દિલ્હીના કેમ્પમાં આવેલા કોરોના કેસને લઈને દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું.
દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા હતા જેમાં દિલ્હીની ટીમનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આ મેચ પહેલા ખેલાડીઓનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક વિદેશી ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે ખેલાડીઓના RT-PCR ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પહેલાં પણ કોરોના કેસ નોંધાયા હતાઃ
તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં અગાઉ પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા. જે બાદ આખી ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિશેલ માર્શ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ નિયમિતપણે માર્શની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેના સિવાય ચાર સપોર્ટ સ્ટાફ મેમ્બરને પણ કોરોના હતો. જે બાદ દિલ્હીના કેમ્પમાં હલચલ મચી ગઈ હતી.