ધોની હજુ ચાર વર્ષ ક્રિકેટ રમશે, IPL 2025 પછી પણ નહીં લે સંન્યાસ, ચોંકાવનારા દાવાથી ખળભળાટ
DHONI Retirement: એમએસ ધોનીને ઘૂંટણની સમસ્યા છે અને આઈપીએલ 2023 પછી, તેને ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી હતી

DHONI Retirement: 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા એમએસ ધોની હાલમાં આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. પોતાની કેપ્ટનશીપમાં ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનારો ધોની હવે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમે છે. છેલ્લા 2-3 સિઝનમાં એવી અફવાઓ ફેલાઈ છે કે ધોની નિવૃત્તિ લઈ શકે છે, પરંતુ દર વખતે સિઝન પૂરી થયા પછી, ધોનીએ તે અફવાઓને ફગાવી દીધી છે. ધોનીની ફિટનેસ હજુ પણ સારી છે પરંતુ તેને ઘૂંટણમાં સમસ્યા છે જેના માટે તેણે 2023 માં સર્જરી કરાવી હતી. આ કારણ તેને IPLમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પાડી શકે છે. આ દરમિયાન, તેમની સાથે રમી ચૂકેલા રૉબિન ઉથપ્પાએ એક મોટો દાવો કર્યો અને કહ્યું કે જો તે આગામી 4 વર્ષ સુધી IPL રમે તો પણ મને આશ્ચર્ય થશે નહીં.
એમએસ ધોનીને ઘૂંટણની સમસ્યા છે અને આઈપીએલ 2023 પછી, તેને ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી હતી. IPLની છેલ્લી બે સીઝનમાં, તેણે કુલ 130 બોલ રમ્યા છે અને તેમાં તે સારો દેખાતો હતો. આ વખતે પણ ધોનીના નિવૃત્તિ અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. શું ધોની IPL 2025 પછી રમવાનું ચાલુ રાખશે? સીએસકે અને ટીમ ઇન્ડિયામાં તેની સાથે રમી ચૂકેલા રોબિન ઉથપ્પા માને છે કે ધોનીનું મન કોઈ વાંચી શકતું નથી.
એમએસ ધોની આગામી 4 વર્ષ સુધી રમશે તો પણ નવાઇ નથી- રૉબિન ઉથપ્પા
રોબિન ઉથપ્પાએ જિઓ હૉટસ્ટાર પર કહ્યું, "જો તમારી પાસે તે પ્રતિભા છે અને જો તમારામાં આગળ વધવાનો જુસ્સો છે તો મને નથી લાગતું કે તમને કંઈ રોકી શકે. જો તે (એમએસ ધોની) આઈપીએલ 2025 સિઝનના અંતે નિવૃત્તિ લે તો મને આશ્ચર્ય થશે નહીં. પરંતુ જો ધોની આગામી 4 આઈપીએલ સીઝન માટે રમે તો પણ મને આશ્ચર્ય થશે નહીં."
એમએસ ધોની આઇપીએલ કેરિયર
પહેલી સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા એમએસ ધોનીએ 2 વર્ષ સુધી પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો હતો, જે દરમિયાન સીએસકે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોની સીએસકેમાં પાછો ફર્યો. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ માટે 5 ટાઇટલ જીત્યા છે. ધોનીના IPL કેરિયરની વાત કરીએ તો, તેણે 264 મેચોમાં 5243 રન બનાવ્યા છે. તેણે IPLમાં 24 અડધી સદીની ઇનિંગ્સ રમી છે, IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
