IPL જીતવા માટે ધોનીએ કયા વિદેશી લીજેન્ડને કર્યો હતો કૉલ, ધોની સાથે વાત થયા પછી શું થયુ, જાણો.......
ડ્વેન બ્રાવોએ IPL 2022 સિઝન પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પહેલા તે છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો.
![IPL જીતવા માટે ધોનીએ કયા વિદેશી લીજેન્ડને કર્યો હતો કૉલ, ધોની સાથે વાત થયા પછી શું થયુ, જાણો....... Dwayne Bravo On MS Dhoni & CSK: csk legend dwayne bravo big reveal after win ipl 2023, know how he returned to the franchise after retirement ms dhoni call IPL જીતવા માટે ધોનીએ કયા વિદેશી લીજેન્ડને કર્યો હતો કૉલ, ધોની સાથે વાત થયા પછી શું થયુ, જાણો.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/b78e51a166ba90a60627e66512cd44e51685534553898625_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dwayne Bravo On MS Dhoni & CSK: આઇપીએલની 16મી સિઝન પુરી થઇ ચૂકી છે, ચેન્નાઇ સુપર કિંગ્સ તરીકે ફેન્સને નવું ચેમ્પીયન મળી ગયુ છે, આ વખતે પાંચમીવાર ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નું ટાઈટલ જીત્યું. જોકે હવે આઇપીએલની જીતની રણનીતિ અંગે એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે. હવે રિપોર્ટે છે કે ચેન્નાઇને આઇપીએલ ટ્રૉફી જીતાડવા માટે ખાસ રણનીતિ ધોનીએ જ બનાવી હતી. ખરેખરમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં કૉચ સ્ટીફન ફ્લેમિંગ અને ડ્વેન બ્રાવો સહિત સ્પૉર્ટ્સ સ્ટાફનો મોટો ફાળો માનવામાં આવે છે, પરંતુ આમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની ખાસ રણનીતિ સામેલ છે. બ્રાવો ધોનીના એક કૉલના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને અલવિદા કહીને પણ ફરીથી ડગઆઉટમાં પરત ફર્યો હતો, એટલે કે ડ્વેન બ્રાવોની વાપસીથી ટીમે ખાસ રણનીતિ બનાવીને આ આઇપીએલ ટ્રૉફી જીતી છે.
'મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટીફન ફ્લેમિંગનો કૉલ આવ્યો....' - ડ્વેન બ્રાવો
ડ્વેન બ્રાવોએ IPL 2022 સિઝન પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પહેલા તે છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. જીત બાદ ડ્વેન બ્રાવો કહે છે કે, તેને મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટીફન ફ્લેમિંગનો ફોન આવ્યો હતો... બસ એક કૉલ બાદ તે ચેન્નાઈ સુપર કિંગ્સના ડગઆઉટમાં પરત ફર્યો હતો. જોકે ડીજે બ્રાવોએ કહ્યું કે હું નિવૃત્તિ બાદ આ જવાબદારી માટે હંમેશા તૈયાર હતો. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ડીજે બ્રાવોને પોતાનો બૉલિંગ કૉચ બનાવ્યો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સના ફેન્સ અસલી ચેમ્પીયન છે - ડ્વેન બ્રાવો
ડ્વેન બ્રાવોએ કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને ફેન્સનો હંમેશા જબરદસ્ત પ્રેમ મળ્યો છે. આ કારણે તે કૉચ બનવાની ઓફરને ઠુકરાવી શક્યો ન હતો. તેને એમ પણ કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ જ અસલી ચેમ્પિયન છે. આ ટૂર્નામેન્ટ જીતવી એ અમારી મહેનત અને સમર્પણનું પરિણામ હતું. અમે સિઝનની શરૂઆત પહેલા સખત મહેનત કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને છેલ્લા બૉલ પર હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલ મેચ જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર મેચ જીતી લીધી હતી. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)