Dwayne Bravoએ રચ્યો ઇતિહાસ, મલિંગાનો રેકોર્ડ તોડી IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બેટ્સમેનોમાં 3 ભારતીય બોલર પણ સામેલ છે.
![Dwayne Bravoએ રચ્યો ઇતિહાસ, મલિંગાનો રેકોર્ડ તોડી IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો Dwayne Bravo Surpasses Lasith Malinga to Become Highest Wicket-taker in IPL History Dwayne Bravoએ રચ્યો ઇતિહાસ, મલિંગાનો રેકોર્ડ તોડી IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/ee64d72d928169241367d47052097499_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી. ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ IPLમાં ઈતિહાસ રચી દીધો છે. 38 વર્ષીય બ્રાવો IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બ્રાવોએ આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર બ્રાવોએ આઈપીએલની 15મી સીઝનની સાતમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.
ડ્વેન બ્રાવોએ આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન દીપક હુડાને આઉટ કરીને મલિંગાના 170 આઈપીએલ વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. બ્રાવોએ હુડાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો. બ્રાવોએ 153 આઈપીએલ મેચોમાં કુલ 171 વિકેટ લીધી છે. બીજી તરફ લસિથ મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય બ્રાવો આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ તરફથી રમી ચૂક્યો છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બેટ્સમેનોમાં 3 ભારતીય બોલર પણ સામેલ છે. આ યાદીમાં બ્રાવો પ્રથમ સ્થાને છે જ્યારે મલિંગા હવે બીજા નંબર પર સરકી ગયો છે. છેલ્લી IPLમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલા અમિત મિશ્રાએ 166 વિકેટ લીધી છે, જ્યારે પીયૂષ ચાવલા 157 વિકેટ સાથે ચોથા નંબર પર છે. દિગ્ગજ હરભજન સિંહના નામે IPLની 150 વિકેટ છે.
લખનઉ સુપર જાયન્ટ્સે એક રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવીને વર્તમાન સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. ચેન્નઈએ આપેલા 211 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સુપર જાયન્ટ્સની ટીમે 3 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. CSK તરફથી ઓપનર રોબિન ઉથપ્પાએ 50 રન બનાવ્યા જ્યારે શિવમ દુબેએ 49 રન બનાવ્યા. સુપર જાયન્ટ્સ તરફથી ઓપનર ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 61 રન બનાવ્યા જ્યારે એવિન લુઈસે અણનમ 55 રન બનાવ્યા. કેપ્ટન કેએલ રાહુલે 40 રન બનાવ્યા હતા.
પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........
1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........
NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)