IPL 2022: RCB સામે હાર્યા પછી KL રાહુલને મેંટર ગંભીરે ઠપકો આપ્યો? ગુસ્સામાં ગંભીરનો ફોટો વાયરલ
IPL 2022ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
Gautam Gambhir KL Rahul Lucknow Super Giants Eliminator IPL 2022: IPL 2022ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ગૌતમ ગંભીર અને કેએલ રાહુલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આમાં ગંભીર રાહુલ તરફ જોતો જોવા મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર એવા કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, હાર બાદ ગંભીરે પોતાનો ગુસ્સો રાહુલ પર ઠાલવ્યો હતો. જો કે આ વાતને કોઈ સત્તાવાર વ્યક્તિએ સમર્થન આપ્યું નથી.
એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરતાં RCBની ટીમે લખનઉને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનઉના ખેલાડીઓ માત્ર 193 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં કેપ્ટન રાહુલે સારી ઇનિંગ રમી હતી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. રાહુલે 79 રન બનાવ્યા હતા. લખનઉની હાર બાદ ગંભીર અને કેએલ રાહુલની એક તસવીર વાયરલ થઈ હતી. આમાં ગંભીર રાહુલને જોઈ રહ્યો હતો, તસવીર જોઈને લાગે છે કે તે ગુસ્સામાં છે. આવા જ કેપ્શન સાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, લખનઉએ આ સિઝનમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ તે એલિમિનેટરમાં મેચ જીતી શકી નહોતી. લખનઉ લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 14 મેચ રમી અને 9 જીતી. પરંતુ હવે ક્વોલિફાયર 2 માં સ્થાન નથી મેળવી શકી.
The way Gambhir is looking at Rahul 😭 pic.twitter.com/bJACkYEQko
— 🖤VJ&VK❤️ (😷MASK IS MUST😷) (@pokkiripaiyan18) May 26, 2022
આ પણ વાંચોઃ