GT vs MI Live Score: સૂર્યા-હાર્દિક મેચને બાજી બદલી શક્યા નહીં... ગુજરાત ટાઇટન્સે જીતનું ખાતું ખોલ્યું, મુંબઈ ઈન્ડિયન્સ હરાવ્યું
GT vs MI Live Cricket Score: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર, બંને ટીમો પ્રથમ જીતની શોધમાં.

Background
Gujarat Titans vs Mumbai Indians, IPL 2025 Match 9: IPL 2025ની 9મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફર્યો છે.
IPL 2025ની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પરાજય મળ્યો હતો. આજે બંને ટીમો પોતાની પ્રથમ જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ગત સિઝનમાં ધીમી ઓવર રેટના કારણે એક મેચ માટે પ્રતિબંધિત હતો, જેના લીધે તે પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. જો કે, આ મેચમાં તે રોબિન મિન્ઝની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી રહ્યો છે, જેને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થાય છે. આ સિઝનની પ્રથમ મેચમાં અહીં પંજાબ કિંગ્સે 243 રન બનાવ્યા હતા, જે દર્શાવે છે કે આજે પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે અને હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, શરફાન રધરફર્ડ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર: મોહમ્મદ સિરાજ
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને સત્યનારાયણ રાજુ.
ઈમ્પેક્ટ પ્લેયર: વિગ્નેશ પુથુર
GT vs MI Live Score: ગુજરાતે મુંબઈને ૩૬ રને ધૂળ ચટાડી
GT vs MI Live Score: મુંબઈનો સ્કોર 151/6
ગુજરાત ટાઈટન્સનો વિજય નિશ્ચિત થઈ ગયો છે. 19 ઓવર બાદ MIનો સ્કોર 6 વિકેટે 151 રન છે. હવે MIને છેલ્લા 6 બોલમાં 46 રનની જરૂર છે, જે અશક્ય છે. નમન ધીર 9 બોલમાં 16 રન અને મિચેલ સેન્ટનર પાંચ બોલમાં 12 રન બનાવીને રમતમાં છે.




















