IPL 2022: ઐસે કૈસે DC... દિલ્લીને હરાવ્યા બાદ ગુજરાતે મજા લીધી, જુઓ મજાક ઉડાવતું મિમ્સ
ઈંડિયન પ્રીમિયર લીગના 15મા સિઝનમાં શનિવારે ગુજરાત ટાઈટન્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દિલ્લીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
Gujarat Titans Shared This Meme: ઈંડિયન પ્રીમિયર લીગના 15મા સિઝનમાં શનિવારે ગુજરાત ટાઈટન્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દિલ્લીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ, ટીમે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ ગુજરાત ટાઈટન્સે એક મિમ શેર કરીને દિલ્લીની મજા લીધી હતી.
જીત બાદ ગુજરાત ફ્રેંચાઈજીના સોશિયલ મીડિયા પર એક મીમ શેર કરવામાં આવ્યું હતું. ગુજરાત ટાઈટન્સના સોશિયલ મીડિયા પેજ પર બોલીવુડ લીજેંડ રાજકપૂર અને વહીદા રહેમાનનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં ફેંચાઈજીએ લખ્યું કે - પહેલાં બેટિંગ અને જીત? આ સાથે ગુજરાતે જે ફોટો શેર કર્યો તેની નીચે લખ્યું કે - ઐસે કૈસે ડીસી એટલે કે આવું કઈ રીતે દિલ્લી કેપીટલ્સ.
Batting first & winning?! pic.twitter.com/KkHAGZcMKh
— Gujarat Titans (@gujarat_titans) April 2, 2022
આ રીતે ગુજરાતે મેચ જીતીઃ
આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગીલના શાનદાર 84 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ ઋષભ પંત (43)ની ઇનિંગની મદદથી એક સમયે 4 વિકેટ ગુમાવીને 118 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ અહીં પંતની વિકેટ પડી અને પછી એક પછી એક બેટ્સમેનો પેવેલિયન ભેગા થવા લાગ્યા. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવર સુધી માત્ર 157 રન જ બનાવી શકી હતી અને ગુજરાત ટાઇટન્સે 14 રને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ