કોલકત્તામાં આજે વિસ્ફોટક બેટ્સમેનની થશે એન્ટ્રી, હૈદરાબાદમાં આ યુવાને અપાશે તક, જાણો KKR અને SRHની પ્લેઇંગ ઇલેવન...........
આજે કેકેઆરમાં વિસ્ફોટક બેટ્સમેનની એન્ટ્રી લગભગ નક્કી છે, તો હૈદરાબાદની ટીમ આજે યુવાને તક આપવા માટે તૈયાર છે. જાણો કેવી હશે આજે બન્નેની પ્લેઇંગ ઇલેવન..............
KKR VS SRH: આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ જામશે, બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો આજે ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે. એકબાજુ શ્રેયસ અય્યરની કેકેઆર છે જે છેલ્લી મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે બીજીબાજુ કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ છે જે છેલ્લી બે મેચોમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે કેકેઆરમાં વિસ્ફોટક બેટ્સમેનની એન્ટ્રી લગભગ નક્કી છે, તો હૈદરાબાદની ટીમ આજે યુવાને તક આપવા માટે તૈયાર છે. જાણો કેવી હશે આજે બન્નેની પ્લેઇંગ ઇલેવન..............
કોલકત્તામાં થઇ શકે છે ફેરફાર -
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં આજે કેપ્ટન શ્રેયસ અય્યર એક ફેરફાર કરી શકે છે. સતત ફોર્મ સામે ઝઝૂમી રહેલા અજિંક્યે રહાણેને આજની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે, તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ઓપનર એરોન ફિન્ચને તક આપવામાં આવી શકે છે, આ ઉપરાંત સેમ બિલિંગ્સને પણ બહાર રાખવાના રિપોર્ટ છે.
કોલકત્તાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
વેંકેટેશ અય્યર, એરોન ફિન્ચ, શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, રસિખ સલામ, પેટ કમિન્સ, સુનીલ નારેન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
હૈદરાબાદની ટીમમાં પણ થઇ શકે છે ફેરફાર -
હૈદરાબાદ માટે આ મેચ પહેલા ખરાબ સમાચાર છે, સ્ટાર ઓફ સ્પીનર અને ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદર ઇજાના કારણે આ મેચમાંથી બહાર થયો છે. આવામાં તેની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં શ્રેયસ ગોપાલને જગ્યા મળી શકે છે.
હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેનસેન, ઉમરાન મલિક, ટી. નટરાજન.
પૉઇન્ટ ટેબલમાં બન્નેની શું છે સ્થિતિ -
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની વાત કરીઓ તે શ્રેયસ અય્યરની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 5 મેચો રમી છે, જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. કેકેઆર 6 પૉઇન્ટ અને +0.446 એવરેજથી પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. વળી હૈદરાબાદની વાત કરીએ તો કેન વિલિયમસનની ટીમે આ સિઝનમાં 4 મેચો રમી છે જેમાંથી 2માં જીત અને 2માં હાર મળી છે, હૈદરાબાદ -0.501ની એવરેજ સાથે 4 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટે ટેબલમાં 8માં નંબરે છે.