શોધખોળ કરો

SRH vs CSK:ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની શાનદાર જીત,  મુકેશ ચૌધરીએ ઝડપી 4 વિકેટ

સનરાઈઝર્સ હૈદરાબાદના નિકોલસ પુરને 33 બોલમાં 64 રન ફટકારી અણનમ રહ્યો હતો. હૈદરાબાદ સામેની મેચમાં ધોનીની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરેલી ચેન્નઈન સુપર કિંગ્સની ટીમે 13 રને જીત મેળવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની 13 રને જીત થઈ છે.   સનરાઈઝર્સ હૈદરાબાદના નિકોલસ પુરને 33 બોલમાં 64 રન ફટકારી અણનમ રહ્યો હતો. હૈદરાબાદ સામેની મેચમાં ધોનીની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરેલી ચેન્નઈન સુપર કિંગ્સની ટીમે 13 રને જીત મેળવી છે.  હૈદરાબાદને 203 રનનો ટાર્ગેટ મળ્યો હતો.  જેના જવાબમાં ટીમ 6 વિકેટ ગુમાવીને  189 રન બનાવી શકી.

હૈદરાબાદના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા

203 રનના સ્કોરનો પીછો કરતા હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. મુકેશે આ ભાગીદારી તોડી જે ખતરનાક બની હોત. તેણે અભિષેકને 58 રને આઉટ કર્યો. તેના આઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેને પણ મુકેશે આઉટ કર્યો હતો.

બે વિકેટ પડ્યા બાદ માર્કરામ અને વિલિયમસને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માર્કરામ પણ 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ વિલિયમસન પણ વધુ સમય સુધી મેદાન પર ટકી શક્યો ન હતો અને 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પૂરન અને શશાંકે ઇનિંગ્સને સંભાળી લીધી અને સ્કોરને આગળ વધાર્યો. બંનેએ 27 રનની ભાગીદારી કરી હતી. પરંતુ વધતા રન રેટના કારણે શશાંક મોટો શોટ મારવાના પ્રયાસમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા અને હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 189 રન જ બનાવી શકી હતી.

ગાયકવાડે પોતાની ક્ષમતા બતાવી

રુતુરાજ ગાયકવાડ (99) અને ડેવોન કોનવે (અણનમ 85)ની વિસ્ફોટક બેટિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં IPL 2022ની 46મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 203 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ માટે ગાયકવાડ અને કોનવેએ 107 બોલમાં 182 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. હૈદરાબાદ તરફથી ટી નટરાજને બે વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget