IPL 2022: પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ટોચ પર, ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો દબદબો
IPL 2022માં 30 મેચ પૂરી થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટોચ પર છે.
IPL 2022, Point Table: IPL 2022માં 30 મેચ પૂરી થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટોચ પર છે. IPLની 6 મેચમાં 5 જીત સાથે ગુજરાતની ટીમના 10 પોઈન્ટ છે. ગુજરાત 8-8 પોઈન્ટ પર 4-4 જીત સાથે ચાર ટીમો (RR, LSG, RCB અને SRH) પછી આવે છે. રાજસ્થાનના ખેલાડીઓએ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 17 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.
IPL 2022 પોઈન્ટ ટેબલ
હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ 6 મેચમાં 5 જીત્યું છે અને એક મેચ હાર્યું છે. 10 પોઇન્ટ સાથે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તમામના 8-8 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં નેટ રનરેટના આધારે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાચમાં ક્રમે છે. ચેન્નઇ સુપર કિંગ્સ 6 માંથી 1 જીત અને 5 હાર સાથે પોઇન્ટ ટેબલમાં નવમાં અને મુંબઈ ઈન્ડિયન્સ સળંગ છ હાર સાથે દસમાં અને અંતિમ ક્રમે છે.
ઓરેન્જ કેપ
રાજસ્થાન રોયલ્સનો જોસ બટલર 6 મેચમાં 375 રન સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. શ્રેયસ ઐય્યર 7 મેચમાં 236 રન સાથે બીજા અને કેએલ રાહુલ 6 મેચમાં 235 રન સાથે ત્રીજા ક્રમે છે.
પર્પલ કેપ
રાજસ્થાન રોયલ્સના યુઝવેંદ્ર ચહલે ગઈકાલે કોલકાતા સામે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી હતી. 6 મેચમાં 17 વિકેટ સાથે તે પ્રથમ ક્રમે છે. ટી નટરાજન 6 મેચમાં 12 વિકેટ સાથે બીજા અને કુલદીપ યાદવ 5 મેચમાં 11 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.
આ પણ વાંચોઃ
IPL 2022: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે Cancel IPL, જાણો કેવા મીમ્સ થયા ફરતાં
Corona Cases Today: દેશમાં બિલ્લી પગે વધી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો શું છે કોરોનાની સ્થિતિ