(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારતાં જ કેએલ રાહુલ આ ખાસ લિસ્ટમાં થયો સામેલ, જાણો વિગત
IPL 2022: લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં કેપ્ટન કેએલ રાહુલે 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 103 રન બનાવ્યા હતા.
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 26મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં કેપ્ટન કેએલ રાહુલે 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 103 રન બનાવ્યા હતા.
આ સાથે કેએલ રાહુલના નામે આઈપીએલમાં મોટો રેકોર્ડ નોંધાયો છે. તે આઈપીએલમાં ઓપનર તરીકે બે સદી ફટકારનારો બીજો ખેલાડી બન્યો છે. આઈપીએલમાં એક જ ટીમ સામે બે સદી ફટકારનારા ખેલાડીઓમાં ક્રિસ ગેલ, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને કેએલ રાહુલનું નામ છે. આ ખેલાડીઓએ અનુક્રમે પંજાબ, ગુજરાત લાયન્સ, કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી છે.
IPLની 100મી મેચમાં સદી ફટકારનારો એક માત્ર ખેલાડી
આ ઉપરાંત કેએલ રાહુલ આઈપીએલની 100મી મેચમાં સદી ફટકારનારો એક માત્ર ખેલાડી છે. આ પહેલા 2021માં ફાફ ડુપ્લેસિસે કેકેઆર સામે આઈપીએલની 100મી મેચમાં 86 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર હતો. ડેવિડ વોર્નરે 2016માં આઈપીએલ કરિયરની 100મી મેચમાં 69 અને 2016માં મુરલી વિજયે આઈપીએલ કરિયરની 100મી મેચમાં 59 રન બનાવ્યા હતા.
#KLRahul pic.twitter.com/4M9CHeXPFo
— Aakash Srivastava (@Cursedbuoy) April 16, 2022
IPLનો યોજાશે સમાપન સમારોહ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના મહામારી શરુ થયા બાદ પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈ સમારોહનું આયોજન કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ સિઝનનો સમાપન સમારોહ યોજાશે એવા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના સમાપન સમારોહ માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.
BCCI એ ટેન્ડર પ્રક્રિયા દ્વારા IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓને જાણ કરવામાં આવી છે. BCCI એ ટેન્ડર પ્રક્રિયા, પાત્રતાની જરૂરિયાતો, બિડ સબમિટ કરવાની પ્રક્રિયા, રાઈટ્સ અને જવાબદારીઓ વગેરેને સંચાલિત કરતા વિગતવાર નિયમો અને શરતો સહિત દરખાસ્ત માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
BCCI સચિવ જય શાહે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "RFP (ટેન્ડર) દસ્તાવેજોને ખરીદવા માટેની પ્રક્રિયા આ દસ્તાવેજોમાં લિસ્ટ કરવામાં આવી છે. RFP 25 એપ્રિલ, 2022 સુધીમાં ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે" આઈપીએલના સમાપન સમારોહના આયોજનના ટેન્ડરમાં રસ ધરાવતા પક્ષોને BCCIની વેબસાઇટ પર ટેન્ડર પ્રક્રિયા મુજબ RFPની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણીની વિગતો ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે. ચુકવણીની પુષ્ટિ થયા પછી જ RFP દસ્તાવેજો શેર કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે જ બીસીસીઆઈ કોઈપણ તબક્કે કોઈ પણ કારણ આપ્યા વિના બિડિંગ પ્રક્રિયાને રદ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે.