IPL 2022 MI vs LSG : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર, લખનઉ સુપર જાયન્ટ્સે 18 રને આપી હાર
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી ખરાબ રહી છે.

Background
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. પાંચમાંથી પાંચ મેચમાં મુંબઇને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે લખનઉની ટીમે પાંચ મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. લખનઉની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે.
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ છેલ્લી મેચમાં લખનઉને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં માર્ક્સ સ્ટોઇનિસ લખનઉને જીતની નજીક લઇ ગયો હતો પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.
લખનઉ સુપર જાયન્ટ્સની જીત
IPL 15 (IPL 2022), મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. લખનઉ સુપરજાયન્ટ્સે આ મેચમાં ચોથો વિજય નોંધાવ્યો છે. લખનઉ 18 રનથી જીત મેળવી હતી. આ સિઝનમાં મુંબઈની આ છઠ્ઠી હાર છે. મુંબઈને આ સિઝનમાં એક પણ જીત મળી નથી.
મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા 6 રન બનાવી આઉટ
લખનઉ સુપર જાયન્ટ્સને મોટી સફળતા મળી છે. લખનઉના બોલર આવેશ ખાને મુંબઈના કેપ્ટન રોહિત શર્માને 6 રનમાં જ આઉટ કર્યો છે. હાલ મુંબઈનો સ્કોર 20 રન પર એક વિકેટ



















