IPL 2022 Orange and Purple Cap: પર્પલ કેપની રેસમાં RCBના શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ ચહલને પાછળ પાડી દીધો છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં એક વિકેટ હાંસલ કરીને તેને આ સિઝનમાં ચહલની કુલ વિકેટોની બરાબરી કરી લીધી છે. આ રીતે હવે પર્પલ કેપ હસરંગાની પાસે આવી ગઇ છે. વળી, ઓરેન્જ કેપ પર રાજસ્થાન રૉયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જૉસ બટલરનો કબજો યથાવત છે.
કેએલ રાહુલ અને ડી કૉકથી મળી રહી છે બટલરને ટક્કર -
બટલર આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચોમાં 52.25 ની એવરેજ અને 148.82ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 627 રન બનાવી ચૂક્યો છે. રન બનાવવાના મામલે તે અન્ય બેટ્સમેનોથી ખુબ આગળ છે. બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહલુ અને ઓપનર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકનો નંબર આવે છે. આ બન્ને ખેલાડીઓ 500 થી વધુ રન બનાવી ચૂક્યા છે.
પૉઝિશન | બેટ્સમેન | મેચ | રન | બેટિંગ એવરેજ | સ્ટ્રાઇક રેટ |
1 | જૉસ બટલર | 13 | 627 | 52.25 | 148.82 |
2 | કેએલ રાહુલ | 14 | 537 | 48.82 | 135.26 |
3 | ક્વિન્ટૉન ડીકૉક | 14 | 502 | 38.62 | 149.40 |
4 | ફાક ડૂ પ્લેસીસ | 14 | 443 | 34.08 | 130.67 |
5 | ડેવિડ વૉર્નર | 11 | 427 | 53.38 | 151.95 |
પર્પલ કેપની રેસમાં આ દિગ્ગજો વચ્ચે છે જંગ
પૉઝિશન | બૉલર | મેચ | વિકેટ | બૉલિંગ એવરેજ | ઇકોનૉમી રેટ |
1 | વાનિન્દુ હસરંગા | 14 | 24 | 15.08 | 7.38 |
2 | યુજવેન્દ્ર ચહલ | 13 | 24 | 16.83 | 7.76 |
3 | કગિસો રબાડા | 12 | 22 | 16.72 | 8.36 |
4 | ઉમરાન મલિક | 13 | 21 | 20.00 | 8.93 |
5 | કુલદીપ યાદવ | 13 | 20 | 19.30 | 8.45 |
આ પણ વાંચો..........
Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો
જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”
Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત