IPL 2022: ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે મેચ, આવી હોઇ શકે છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?
IPL 2022માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો હાર્દિક પંડ્યાની ટીમ 14 પોઈન્ટ સાથે ટોપ પર છે
મુંબઈ. IPL 2022માં ડબલ હેડર મેચની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ ત્રણ વાગ્યે શરૂ થશે. મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સની ટીમ આ મેચ જીતીને પહેલા પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માંગશે. આ સાથે જ ફાફ ડુ પ્લેસિસની ટીમ આરસીબી આ મેચ જીતીને ફરી ટોપ 4માં પહોંચવાનો પ્રયાસ કરશે. ચાલો જાણીએ આજની મેચની બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે.
IPL 2022માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો હાર્દિક પંડ્યાની ટીમ 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. ગુજરાતે 15મી સિઝનમાં 8 મેચ રમી છે જેમાં 7માં જીત અને એકમાં હાર થઈ છે. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાથી માત્ર એક પગલું દૂર છે. જો ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જીતવામાં સફળ રહેશે તો તે પહેલા પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.
આરસીબીનું લક્ષ્ય ટોપ-4માં પહોંચવાનું છે
ફાફ ડુ પ્લેસિસની ટીમ RCB મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવી જીતના ટ્રેક પર પરત ફરવા માંગશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022માં શાનદાર શરૂઆત કરી છે. પરંતુ સતત છેલ્લી 2 મેચમાં હાર મળી છે. જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો RCB 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. બેંગ્લોરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 9 મેચ રમી છે જેમાં તેણે 5માં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફાફ ડ્યુપ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઇ, રજત પાટીદાર, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવૂડ, મોહમ્મદ સિરાજ