IPL 2022: RCB માટે કોહલી, ગેલ અને ડિવિલિયર્સની વિસ્ફોટક ત્રિપુટીએ બનાવ્યા રેકોર્ડ, જાણો ટીમના 10 રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમમાં એક-એકથી ચઢીયાતા બેટ્સમેન રહ્યા છે. એક સમયે ટીમમાં વિરાટ કોહલી, ક્રિસ ગેલ અને ડી વિલિયર્સની વિસ્ફોટક ત્રિપુટી હતી.
IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમમાં એક-એકથી ચઢીયાતા બેટ્સમેન રહ્યા છે. એક સમયે ટીમમાં વિરાટ કોહલી, ક્રિસ ગેલ અને ડી વિલિયર્સની વિસ્ફોટક ત્રિપુટી હતી. જો કે, આટલા મોટા નામો હોવા છતાં, આ ટીમ આજ સુધી એક પણ વખત IPL ટાઈટલ જીતી શકી નથી. હવે આ વર્ષે નવા કેપ્ટનના નેતૃત્વમાં RCBની ટીમનું કિસ્મત કેવી રીતે બદલાય છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે, અમે અહીં એવા ખેલાડીઓની યાદી તમને જણાવી રહ્યા છીએ જેમણે RCB માટે અત્યાર સુધી મોટા રેકોર્ડ બનાવ્યા છે.
RCB માટે સૌથી વધુ રનઃ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે RCB માટે 6,707 રન બનાવ્યા છે.
RCB માટે સર્વોચ્ચ સ્કોરઃ IPL 2013માં ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે 175 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ RCBનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે.
RCB માટે બેસ્ટ બેટિંગ એવરેજઃ આમાં પણ ક્રિસ ગેલ ટોપ પર છે. તેણે RCB માટે 43.29ની એવરેજથી રન બનાવ્યા છે.
RCB માટે સૌથી વધુ સ્ટ્રાઈક રેટઃ આ રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. તેણે 158.33ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
RCB માટે સૌથી વધુ અર્ધસદી: વિરાટ કોહલીએ RCB માટે 49 વખત પચાસથી વધુ રન બનાવ્યા છે.
RCB માટે સૌથી વધુ વિકેટ: યુઝવેન્દ્ર ચહલ આ મામલે ટોપ પર છે. તેણે આ ટીમ માટે 139 વિકેટ લીધી છે.
RCB માટે શ્રેષ્ઠ બોલિંગ એવરેજઃ આ રેકોર્ડ મિશેલ સ્ટાર્કના નામે છે. તેણે 20.38ની બોલિંગ એવરેજથી વિકેટ લીધી છે. એટલે કે તેણે દર 20 રન બાદ એક વિકેટ ઝડપી છે.
RCB માટે શ્રેષ્ઠ ઈકોનોમી રેટ: ડેનિયલ વેટોરી આ મામલામાં ટોચ પર છે. તેણે RCB માટે 6.45ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી. એટલે કે તેણે પ્રતિ ઓવર સરેરાશ માત્ર 6.45 રન આપ્યા.
RCB માટે સર્વશ્રેષ્ઠ વિકેટકીપરઃ આ સ્થાન પર ડીવિલિયર્સ આવે છે. તેણે સ્ટમ્પ પાછળ ઉભા રહીને 35 વિકેટ લીધી છે. જેમાં 27 કેચ અને 8 સ્ટમ્પિંગ સામેલ છે.
RCB માટે સૌથી વધુ મેચઃ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ RCB માટે કુલ 222 મેચ રમી છે.