IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ વખતે 15મી સિઝન શરૂ થવા જઇ રહી છે. લીગમાં દેશ અને વિદેશના ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે, આમાં કેટલાય ખેલાડીઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. જ્યારે આમાં કેલાક ખેલાડીઓ એવા પણ છે જે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નથી આવ્યા અને પોતાના દેશમાં જ રમી રહ્યાં છે, પણ આવા ખેલાડીઓને આઇપીએલમાં ખરીદવામાં તો આવ્યા છે પરંતુ ડેબ્યૂ કરવાનો મોકો હજુ સુધી નથી મળ્યો, આવા 10 વિદેશી ખેલાડીઓ છે જે આ વખતે IPL 2022માં ડેબ્યૂ કરી શકે છે. જાણો......
1. ઓડિન સ્મિથ -
આ વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીને પંજાબ કિંગ્સે 6 કરોડમાં ખરીદ્યો છે, આ એક ઓલરાઉન્ડર ખેલાડી છે અને આ વખતે તેને IPL ડેબ્યૂના 100% ચાન્સ છે.
2. ડિવૉલ્ડ બ્રેવિસ -
આ વખતે અંડર-19 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી ધૂમ મચાવી રહ્યો હતો. આ ઓલરાઉન્ડરને મુંબઇ ઇન્ડિયન્સને 3 કરોડમાં ખરીદ્યો છે. આને પણ ડેબ્યૂના પુરેપુરા ચાન્સ છે.
3. રોમારિયો શેફર્ડ -
વેસ્ટ ઇન્ડિઝનો આ ખેલાડી ઓલરાઉન્ડર છે, અને તેને સન રાઇઝર્સ હૈદરાબાદે હરાજીમાં 7.75 કરોડમાં ખરીદ્યો છે, આને પણ IPL ડેબ્યૂના ચાન્સ છે.
4. ડેરિલ મિચેલ -
ન્યૂઝીલેન્ડના આ ઓલરાન્ડરે ટી20માં પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, આ વખતે તેને રાજસ્થાન રૉયલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે, અને IPL ડેબ્યૂ કરી શકે છે.
5. ડ્વેન પ્રિટોરિયસ -
દક્ષિણ આફ્રિકન ઓલરાઉન્ડર ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ છે. CSK તેને 50 લાખમાં ખરીદ્યો છે. આ વખતે પ્રિટૉરિયસને IPL ડેબ્યૂનો ચાન્સ છે.
6. ઓબેદ મકૉય -
વેસ્ટ ઇન્ડિઝનો આ ફાસ્ટ બૉલર રાજસ્થાન રૉયલ્સમાં છે, રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ તેને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ વર્ષે તે IPL ડેબ્યૂ કરી શકે છે.
7. ડિવૉન કૉનવે -
કિવી બેટ્સમેને આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સમાં છે, અને આ વખતે તેને ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડ સાથે મોકો મળી શેક છે. કોનવેને 1 કરોડમાં ખરીદ્યો છે.
8. દુષ્મંથા ચમીરા -
શ્રીલંકાના આ ફાસ્ટ બૉલરને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડમાં પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. શાનદાર યોર્કર ફેંકવામાં આ ખેલાડી માહિર છે. આ વખતે તેને IPL ડેબ્યૂનો મોકો છે.
9. રાસી વાન ડેર ડસન -
દક્ષિણ આફ્રિકાનો આ બેટ્સમેન ટી20માં શાનદાર છે, તેને રાજસ્થાન રૉયલ્સે 1 કરોડ રૂપિયામા ખરીદ્યો છે, આ વખતે તેને IPL ડેબ્યૂનો મોકો મળી શકે છે.
10. હેની હોવેલ -
આ ઇંગ્લિશ બૉલર પોતાની સ્લૉર બૉલ માટે જાણીતો છે. આ વખતે તેને પંજાબ કિંગ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો છે, અને IPL ડેબ્યૂ લગભગ નક્કી છે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો