IPL 2023 Final: IPL ટાઇટલ મેળવનારી ટીમ થશે માલામાલ, ચેમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયા
IPLની આ 16મી સીઝન છે. આ ટુર્નામેન્ટ 2008 માં શરૂ થઈ હતી
IPL 2023 All Prize Money: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2023ની ફાઈનલમા ટકરાશે. આ સીઝન દ્વારા ચેન્નઈ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગુજરાત તેની બે સીઝનમાં સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. IPL વિજેતા ટીમને કેટલી ઈનામી રકમ આપવામાં આવશે અને રનર અપ ટીમને કેટલા કરોડ રૂપિયા આપવામાં આવશે? ચાલો જાણીએ.
વિજેતા ટીમને આટલા કરોડ રૂપિયા મળશે.
IPL 2023ની ફાઈનલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયા મળશે. આ સિવાય ત્રીજા ક્રમે આવેલી મુંબઈ ઈન્ડિયન્સને 7 કરોડ રૂપિયાની ઈનામી રકમ અને ચોથા નંબરની લખનઉ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
IPLની આ 16મી સીઝન છે. આ ટુર્નામેન્ટ 2008 માં શરૂ થઈ હતી અને પ્રથમ સીઝનમાં ટાઇટલ જીતનાર ટીમને 4.8 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 2.4 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
પર્પલ અને ઓરેન્જ કેપ વિજેતાને આટલા પૈસા મળશે
IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર (ઓરેન્જ કેપ) અને સૌથી વધુ વિકેટ લેનાર (પર્પલ કેપ)ને 15 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. IPL 2023ની ફાઈનલ પહેલા શુભમન ગિલ સૌથી વધુ રન અને મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેવામાં આગળ છે.
આ બધા સિવાય ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો ખિતાબ જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે જ્યારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝનનો ખિતાબ જીતનાર ખેલાડીને 12 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે.
બીજી તરફ પાવર પ્લેયર ઓફ ધ સીઝન, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ગેમ ચેન્જર ઓફ ધ સીઝન જીતનાર ખેલાડીઓને 15 થી 12 લાખ રૂપિયાની પાઈઝ મની આપવામાં આવશે.
IPL 2023 Final: ટૂર્નામેન્ટની ખિતાબી મેચ પહેલા BCCIએ એમએસ ધોનીને આપ્યું ખાસ ટ્રિબ્યૂટ, જુઓ સુંદર વીડિયો
IPL 2023, Tribute For MS Dhoni: આજે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 10મી વાર IPLની ફાઇનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇ સુપર કિંગ્સે પ્લેઓફ મેચમાં ગુજરાતની ટીમને જ હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી હતી. હવે આજે ફરી એકવાર ચેમ્પીયન બનવા માટે ધોનીની ટીમે હાર્દિક સેનાને હરાવવા પ્રયાસ કરશે. ખાસ વાત છે કે, ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ અત્યાર સુધી કુલ ચાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023ની ટાઈટલ મેચ દ્વારા પોતાની 250મી આઈપીએલ મેચ રમશે. આ મેચ પહેલા બીસીસીઆઈએ એમએસ ધોનીને ખાસ ટ્રિબ્યૂટ આપ્યુ છે.
IPL તરફથી એક ખાસ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પીચ ક્યૂરેટરથી લઈને સિક્યૂરિટી ગાર્ડ સુધી બધાએ ધોની વિશે વાત કરી છે, વીડિયોમાં ધોનીના કેટલાય ફેન્સ દેખાઇ રહ્યાં છે. આમાં એક નાનો ફેન પણ જોવા મળ્યો છે. બધાએ ધોની વિશે વાત કરી અને ધોની સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી. મહેન્દ્ર સિંહ ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હંમેશા આધારસ્તંભ રહ્યો છે