શોધખોળ કરો

IPL 2023: કોલકત્તા વિરુદ્ધ મોહન બાગાનની જર્સીમાં કેમ જોવા મળશે લખનઉની ટીમ? જાણો કારણ

લખનઉ સુપર જાયન્ટ્સ શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સના પડકારનો સામનો કરશે

LSG Jersey: લખનઉ સુપર જાયન્ટ્સ શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સના પડકારનો સામનો કરશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે રમાશે. જો કે આ મેચ પહેલા લખનઉ સુપર જાયન્ટ્સે એક મોટો ફેરફાર કર્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મરૂન રંગની જર્સીમાં જોવા મળશે.

શા માટે મરૂન રંગની જર્સી પહેરશે

જે જર્સીમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જોવા મળશે તે ઈન્ડિયન સુપર લીગની જર્સી છે. આ લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનતાની પણ એક ટીમ છે. એવું માનવામાં આવે છે કે સંજીવ ગોયકાએ હોમ ગ્રાઉન્ડમાં ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના લોકો ક્રિકેટ સિવાય ફૂટબોલના દિવાના છે. અહીંના લોકો ફૂટબોલને ખૂબ પસંદ કરે છે. હવે લખનઉ સુપર જાયન્ટ્સે ઘરની ભીડને પોતાની સાથે જોડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે.

પશ્ચિમ બંગાળ મોહન બાગાન પાછળ પાગલ છે

વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં મોહન બાગાન ફૂટબોલ ક્લબનો ક્રેઝ જબરજસ્ત છે. લખનઉ સુપર જાયન્ટ્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ માહિતી આપી છે. વાસ્તવમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેમના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે "લખનઉ હવે #GazabAndaz અને કોલકાતાના રંગોમાં જોવા મળશે, અમે કોલકાતાની ફૂટબોલ ક્લબ મોહન બાગાનને વિશેષ સન્માન આપવા માટે આ ખાસ જર્સીમાં જોવા મળીશું". લખનઉ સુપર જાયન્ટ્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

IPL 2023 Playoffs Scenario: દિલ્હી કેપિટલ્સે વધારી CSK ની ચિંતા, પ્લેઓફથી થઈ શકે છે બહાર

IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં બુધવારે રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. દિલ્હી કેપિટલ્સ ટીમ ભલે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તેણે અન્ય ટીમોની ચિંતા વધારી દીધી છે. દિલ્હી કેપિટલ્સના પ્રદર્શનથી સૌથી મોટો ખતરો ચેન્નાઈ સુપર કિંગ્સ પર મંડરાઈ રહ્યો છે.

20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. પરંતુ CSKનું પ્લેઓફ સ્પોટ હજુ સુધી કન્ફર્મ થયું નથી. જો કે, જો CSK દિલ્હી સામે જીતે છે, તો તેની પ્લેઓફ ટિકિટ કન્ફર્મ માનવામાં આવી શકે છે. પરંતુ દિલ્હી સામે હારની સ્થિતિમાં CSKની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ શકે છે. જો દિલ્હી CSKને હરાવવામાં સફળ થાય છે, તો લખનઉ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સીધો ફાયદો થશે. આ ત્રણેય ટીમો મક્કમપણે પ્લેઓફની રેસમાં છે.

RCB અને મુંબઈ ઈન્ડિયન્સ પણ રેસમાં છે

લખનઉ સુપર જાયન્ટ્સ હાલમાં 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. છેલ્લી મેચ જીતવાની સ્થિતિમાં લખનઉ પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવશે અને તેનું પ્લેઓફ સ્થાન નિશ્ચિત થઈ જશે. જો લખનઉ હારી જાય તો પણ તે નેટ રન રેટના આધારે CSKને સ્પર્ધા આપી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
Embed widget